બાંગ્લાદેશ હૂમલામાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સીનો હાથ : બાંગ્લાદેશ

ઢાકા : આ અઠવાડીયે શુક્રવારની રાત્રે બાંગ્લાદેશની રાજધાની ઢાકાનાં એક કેફેમાં આતંકવાદીઓએ ઘાતક હૂમલો કર્યો જે પ્રકારથી 20 લોકોની નિર્મમ હત્યા બાદ કેટલાય સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશનાં ટોપ અધિકારીઓનું કહેવું છેકે આ હૂમલામાં પાકિસ્તાનની શક્તિશાળી ગુપ્તચર એજન્સી અને ત્યાંના મિલિટરી જાસુસોનું સમર્થન પ્રાપ્ત હતું. બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાનાં રાજનીતિક સલાહકાર હુસૈન તોપીક ઇમાને જણાવ્યું કે જે પ્રકારે લોકોને બંધક બનાવવામાં આવ્યા અને બંધકોમાં 19 વર્ષની ભારતીય વિદ્યાર્થીની તારિષી જૈનનું મોત શંકા નિપજાવે છે.

હુસૈનનાં અનુસાર આ હૂમલામાં સ્થાનિક જમાત ઉલ મુજાહિદ્દીનની ભુમિકાની શક્યતા છે. હુસૈને કહ્યું કે આઇએસઆઇ અને જમાતના સંબધ કોઇથી છુપા નથી. દરેક લોકો જાણે છે. તે બાંગ્લાદેશની વર્તમાન સરકારને ઉથલાવવા માંગે છે. તમામ પીડીતોની હત્યા ખુબ જ ક્રુરતા પુર્વક ધારદાર હથિયાર વડે કરવામાં આવી છે. ISISએ આ હૂમલાની જવાબદારી લીધી છે. તેમાં બાંગ્લાદેશનાં બે પોલીસ અધિકારીઓનાં પણ મોત નિપજ્યા હતા. સુરક્ષા દળોનાં ઓપરેશનમાં 6 આતંકવાદીઓનાં મોત નિપજ્યા હતા જ્યારે એકને જીવતો પકડાવામાં આવ્યો હતો.

આતંકવાદીઓએ કેફેને 11 કલાક સુધી પોતાનાં કબ્જામાં રાખ્યું હતું. બાંગ્લાદેશ સરકારનું કહેવું છેકે તમામ આતંકવાદી ગણા ભણેલા ગણેલા હતા અને તેઓ સારા પરિવાર સાથે સંબંધ રાખતા હતા. બાંગ્લાદેશનાં ગૃહમંત્રીએ પણ જણાવ્યું કે તમામ આતંકવાદીઓ ગ્રેજ્યુએટ હતા. કોઇએ પણ કોઇ મદરેસામાંથી અભ્યાસ નહોતો કર્યો. બાંગ્લાદેશ સરકાર પહેલાથી જ ઇસ્લામિક સ્ટેટની હાજરીને ફગાવતી રહી છે. હુસૈને કહ્યુંકે ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી મહત્વનાં પુરાવાઓ મળ્યા છે.

You might also like