કાશ્મીરમાં અલગાવની આગ ભડકાવવા ISI એ આપ્યા 800 કરોડ

નવી દિલ્હી: IB ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની એક ખાનગી એજન્સી ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજેન્સએ ઘાટીમાં અશાંતિને પ્રોત્સાહન આપવા માટે સઇદ અલી શાહ ગિલાની અને આસિયા અંદ્રાબી સહિત કેટલાક કાશ્મીરી અલગાવવાદી નેતાઓને 800 કરોડ રૂપિયા આપ્યા હતા.

રિપોર્ટ પ્રમાણે આ બધા રૂપિયા કથિત રીતે વિવિધ ચેનલોના માધ્યમથી અલગાવવાદી નેતાઓને મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે નવેમ્બર 2016 બાદ જ્યારે ભારતમાં મોટી નોટો પર નોટબંધીની જાહેરાત થઇ બાદ ગેરકાનૂની ધનનું આવવું ખૂબ ઓછું થઇ ગયું છે.

શું કહે છે IB નો રિપોર્ટ
– IB ના રિપોર્ટ પ્રમાણે આઇએસઆઇ દ્વારા મોકલવામાં આવેલા પૈસાનો ઉપયોગ ઘાટીના પથ્થરબાજો અને પેટ્રોલ બોમ્બ ફેંકનાર લોકોને પેમેન્ટ કરવામાં આવ્યું.
– રિપોર્ટમાં IB એ કહ્યું કે જુલાઇ 2016 પહેલા પાકિસ્તાન દ્વારા ઘાટીમાં એક વિદ્રોહની યોજના બનાવવામાં આવી હતી. રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદી બુરહાન વાનીના સાથે થયેલી અથડામણથી આઇએસઆઇને ઘાટીમાં વિદ્રોહની આગ ફેલાવવા ઘણી મદદ મળી.
– રિપોર્ટ અનુસાર નાણાંનો ખએ મોટો હિસ્સો આતંકવાદીઓ દ્વારા મોકલવામાં આવ્યો હતો જે પાકિસ્તાનના કબ્જા વાળા કાશ્મીરમાં આતંકવાદી લાંચ રૂપિયાથી ભારતમાં ઘૂસણખોરી કરી રહ્યા હતા. ત્યારબાદ પૈસા દલાલો અને હવાલા ચેનલોના માધ્યમથી અલગાવવાદીઓને વહેંચવામાં આવ્યો હતો.
– રિપોર્ટ પ્રમાણે પૈસાનો ઉપયોગ ઘાટીમાં ભારત વિરોધી અને સુરક્ષા દળઓ વિરુદ્ધ ભાવનાઓ ભડકાવવા માટે કરવામાં આવ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like