પાક. સેના જ ભારતની નીતિ નક્કી કરે છેઃ અબ્દુલ બાસિત

નવી દિલ્હી: ભારત સ્થિત પાકિસ્તાનના હાઈ કમિશનર અબ્દુલ બાસિતે કબૂલ્યું છે કે ઈસ્લામાબાદની ભારત નીતિમાં પાકિસ્તાની સેનાની અહમ ભૂમિકા હોય છે. એક અંગ્રેજી અખબાર સાથેની મુલાકાતમાં બાસિતે જણાવ્યું હતું કે ભારત પ્રત્યેની પાકિસ્તાનની નીતિમાં સેનાની ભૂમિકા ન હોય એવી અપેક્ષા રાખવી જોઈએ નહીં. પાક.ના વડા પ્રધાન નવાઝ શરીફની નબળી સ્થિતિ અંગે બાસિતે એવો દાવો કર્યો હતો કે તેઓ પાકિસ્તાનની ચૂંટાયેલી સરકારના વડા છે અને તેમની સ્થિતિ મજબૂત છે. નવાઝ શરીફ નિઃશંકપણે સત્તામાં ડ્રાઈવિંગ સીટ પર છે.

બાસિતના જણાવ્યા અનુસાર શરીફની લોકશાહી સરકારે સેનાને આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું છે. બા‌િસતે વધુમાં જણાવ્યું હતું કે ભારત અંગે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં તેમજ કોઈ પણ નીતિ નક્કી કર્યા પહેલાં સશસ્ત્ર દળો સાથે ચર્ચા કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવે છે.
પીઓેકેમાં સર્જિકલ સ્ટ્રાઈક્સને નકારવા અંગે બાસિતે જણાવ્યું હતું કે ભારતે એલઓસીને ઓળંગીને કરેલા ફાયરિંગને તે સર્જિકલ સ્ટ્રાઈક ગણાવે છે, વાસ્તવમાં હકીકત એ છે કે સર્જિકલ સ્ટ્રાઈક ત્યાં થયું જ નથી. જો આવું કંઈ થયું હોત તો પાકિસ્તાન તેનો સજ્જડ જવાબ આપત. આ રૂટિન ક્રોસ બોર્ડર ફાયરિંગ હતું, જેમાં પાકિસ્તાનના બે સૈનિક શહીદ થયા હતા તેવું બાસિતે જણાવ્યું હતું.

You might also like