અરનિયા સેકટરમાં ફરી પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, ગઇકાલે ફાયરિંગ રોકવા કરી હતી અપીલ

જમ્મુ-કાશ્મીર આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન બે મોઢાની વાત કરી રહ્યું છે. રવિવારે સવારે જ્યાં પાકિસ્તાન રહેમની ભીખ માંગી રહ્યું હતું ત્યાં ગતરાત્રીઓ પોતાનો બીજો ચહેરો દુનિયા સામે રાખ્યો છે. રવિવાર રાતથી જ આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફથી યુધ્ધ વિરામનો ભંગ કરી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાન તરફથી સરહદ પર અરનિયા સેકટર માં હાલ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. ફાયરિંગને ધ્યાનમાં રાખી બીએસએફ અને પોલીસે ગામવાળાઓને પોતાના ઘરમાંથી બહાર ન નીકળવા સુચના આપી છે.

ફાયરિંગના કારણે સોમવારે અરનિયા અને આસપાસના 5 કિલોમીટરના ક્ષેત્રની સ્કૂલો બંધ કરવા જણાવવામાં આવ્યું છે. અરનિયા ક્ષેત્રના ત્રેવા ગામને પણ નિશાન બનાવામાં આવ્યું છે. સરહદ પાસેના આ ગામમાં મોર્ટારથી હુમલો કરવામાં આવ્યો છે. આ વિસ્તારના દેવીગઢ ગામમાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે પાકિસ્તાન પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ પાકિસ્તાનની સેના દ્વારા રહેમની ભીખ માંગવામાં આવી હતી અને ફાયરિંગ બંધ કરવા માગ કરી હતી. જો કે મોડી રાત્રે પાકિસ્તાને ફરી અવળચંડાઇ કરી અરનિયા રામગઢ અને સાંબા સેકટરમાં ફાયરિંગ કર્યું.

જો કે ભારતીય સેનાએ જવાનોને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનના ફાયરિંગને લઇને બીએસએફએ જણાવ્યું છે કે પાકિસ્તાન રેન્જર્સે જમ્મૂના સાંબા સેકટરના બાબા ચમિલિયાલ અને નારાયણપુરામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સિઝફાયરનો ભંગ કર્યો છે.

You might also like