આ ભારતીય જવાનને શોધી રહ્યું છે પાકિસ્તાન, જાણો કેમ?

નવી દિલ્હીઃ  હિમાચલ પોલીસના આ જવાનની હૂંકારથી પાકિસ્તાન હલી ગયું છે. ગુસ્સામાં ભરાયેલું પાકિસ્તાન હાલ તેને મારવા માટે  શોધી રહ્યું છે. આખરે એવું તો શુ  કર્યું છે આ જવાને કે જેને કારણે પાકિસ્તાન તેની પર આટલું બધુ અકળાઇ ગયું છે. કારણ જાણવા માટે આગળ વાંચો..

કારગિલ દિવસ પર મનોજે દેસના જવાનોની બહાદૂરને સલામ કરતા એક કવિતા તૈયાર કરી હતી. “કાશ્મીર તો હોગા, મગર પાકિસ્તા નહીં હોગા” નામની આ કવિતાનો વીડિયો ઉડી હુમલા બાદ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. જેને 5 કરોડથી પણ વધારે લોકોએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. લોકોમાં દેશભક્તિ ઉજાગર કરનાર આ વીડિયો સોશિયલ સાઇટ પર એવી રીતે વાયરલ થયો કે તેના પડધારા સીમા પeર પાકિસ્તાન સુધી પહોંચી ગયા છે.

હવે ફેસબુક પર કેટલાક પાકિસ્તાની તેમને જીવથી મારી નાખવાની ધમકી આપી રહ્યાં છે. ફરમાન નામનો એક વ્યક્તિ મનોજને મારવાની ધમકી પણ આપી રહ્યો છે. આ સિવાય પણ અન્ય એક વ્યક્તિએ તેને મારી નાખવાની ધમકી આપી છે. જોકે મનોજે પણ નિડર બનીને તેનો જવાબ આપ્યો છે. તેણે કવિતાના અંદાજમાં લખ્યું છે કે, “ધારા હર મોડ બદલકર લાહોરસે ગુજરેગી માં ગંગા, ઇસ્લામાબાદ કી છાતી પર લહેરાયેગા ભારત કા તિરંગા..”

હિમાચલ પોલીસના જવાન મનોજે ફેસબુક પેજ પર શેર કર્યું છે કે ધમકિયોથી હું ડરતો નથી. જો ક્યારે પણ સામ સામે આવી ગયા તો મનોજ તેવી પરિસ્થિતિને પણ પડકારવા સાથે પાકિસ્તાન સામે લડવા માટે તૈયાર છે. મનોજ દુશ્મનોની ધમકીઓથી ડરતા નથી. તેઓ ખુશ છે કે તેમની કવિતાથી પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે. મનોજે પ્રતિજ્ઞા લીધી છે કે ક્યારે પણ દુશ્મનોનો સામનો કરવો પડે તો એટલો કોહરામ મચાવીશ કે તેમની નસલને નસ્તેનાબુદ કરી નાખીશ.

You might also like