બુરહાનનું પાક કનેક્શન, એન્કાઉટર પહેલાં હાફિઝ સઇદ સાથે કરી હતી વાત

નવી દિલ્હીઃ કાશ્મીરમાં સેના સાથે અથડામણમાં માર્યા ગયેલ  હિજબુલ મુજાહિદ્દીન કમાન્ડર બુરહાન વાનીનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. આ મામલે મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ અને જમાત ઉદ દાવાના હાફિઝ સઇદે કેટલાક ખુલાસા કર્યા છે. સઇદે પાકિસ્તાનમાં બ્લેક ડે મનાવતી વખતે ગુજરાવાલામાં જાહેરમાં કહ્યું હતું કે બુરહાને એન્કાઉન્ટર પહેલાં તેની સાથે ફોન પર વાત કરી હતી.

બુરહાને હાફિસ સાથે વાતચીતમાં કહ્યું હતું કે મારા જીવનની ઇચ્છા છે કે તમારી સાથે વાત કરું. હવે મારી ઇચ્છા પૂરી થઇ ગઇ. હવે માત્ર શહાદતની રાહ જોઉં છું. આતંકી સરગના હાફિઝ સઇદે જણાવ્યું છે કે વાતચીતની થોડી ક્ષણો બાદ બુરહાન માર્યો ગયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. સઇદે કાશ્મીર ઘાટીમાં ફરીથી હિંસા ભડકે તેના માટે પાકિસ્તાનમાં મંગળવારે આતંકી કારવાં નિકાળ્યો હતો. તે સમયે હાફિઝે કહ્યું હતું કે બુરહાનીએ ભારતીય સેના સાથે નિપટવા અને તેને હરાવાની તૈયારી અંગે ચર્ચા કરી હતી.

આ ખુલાસા પછી ભારતની સુરક્ષા એજન્સિએ બુરહાનનો કોલ રેકોર્ડ તપાસ્યો હતો. જેમાં એ વાત સામે આવી કે એન્કાઉન્ટર પહેલાં બુરહાનના નંબરથી પાકિસ્તાનમાં કોલ કરવામાં આવ્યો હતો. જેમાંથી એક નંબર હાફિઝનો હોઇ શકે છે.

You might also like