જમ્મુ કાશ્મીરમાં ગોળીબાર સતત ચાલુ : 24 કલાકમાં BSFનાં 2 જવાન શહીદ

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં સીમા પર પાકિસ્તાની સેના દ્વારા સતત ગોળીબાર ચાલી રહ્યો છે. એક દિવસ સુધી રાજૌરી પુંછ સીમા પર શાંતિ કાયમ રાખ્યા બાદ પાકિસ્તાની સેનાએ પુંછ જિલ્લાનાં મેંઢર, મનકોટ તથા બાલાકોટ સેક્ટરમાં ગોળીબારી ફરીથી ચાલુ કરી દીધી છે. પાકિસ્તાની સેનાએ ગુરૂવારે સાંજે પાંચ વાગ્યે ગોળીબાર ચાલુ કરી દીધો હતો.

પાકિસ્તાની સૈન્યએ ચોકીઓને નિશાન બનાવવાની સાથે સાથે રહેણાંક વિસ્તારમાં પણ મોર્ટાર ચલાવ્યા હતા. ભારતીય સેના દ્વારા પણ પાકિસ્તાનને મુંહતોડ જવાબ અપાયો હતો. ઉત્તરી કાશ્મીરમાં ગુરૂવારે એલઓસી પર આવેલ ટંગડારમાં પાકિસિતાની સેનાના બૈંટ (બોર્ડર એક્શન ટીમ) હૂમલામાં એક સૈન્ય કર્મચારી શહીદ થઇ ગયા. જ્યારે એક જવાન ઘાયલ થઇ ગયા હતા. ત્યાર બાદ પાકિસ્તાની જુથ પાછુ ભાગી ગયું હતું. જો કે સેનાએ જણાવ્યું કે ઘુસણખોરીનાં તે પ્રયાસને નિષ્ફળ બનાવાયો છે. આ ઘુસણખોરોની અટકાવવામાં જવાન શહીદ થયો છે. જ્યાં શહીદની ઓળખ હવલદાર પ્રદીપ ભંડારી તથા ઘાયલની ઓળખ રાઇફલ મેન સંદીપ સિંહ સ્વરૂપે થઇ છે.

ટંગડાર સેક્ટરમાં બપોરે બે વાગ્યે છ ગઢવાલ રેજિમેન્ટના જવાનોનું એક દળ એલઓસીનાં અગ્રીમ વિસ્તારો પેટ્રોલિંગ કરી રહ્યું હતું. અચાનક ત્યાં ઝાડમાં છુપાયેલા પાકિસ્તાની સેનાનાં જવાનોએ હૂમલો કરી દીધો. જવાનોએ પણ જવાબી ફાયરિંગ કર્યું હતું. જેમાં પાકિસ્તાની સેનાનો એક જવાન ઠાર મરાયો હતો. જ્યારે એક ઘાયલ થયો હતો. તેઓ ગુલામ કાશ્મીરમાં પરત ફરી ગયા હતા.

You might also like