અમે કાશ્મીર પર વાતચીત માટે રાજી, પરંતુ શાંતિને ખતરામાં નાંખી રહ્યું છે ભારત: PAK

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસેનએ કહ્યું કે પાકિસ્તાન કાશ્મીર સહિત દરેક મુદ્દા પર ભારત સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ ભારત સિઝફાયર વોયલેશન કરીને રિજનલ પીસ માટે જોખમ પેદા કરી રહ્યું છે. મમૂનન હુસેનએ ગુરુવારે ઇસ્લામાબાદમાં રિપબ્લિક ડે પર એનુઅલ મિલિટ્રી પરેડની સલામી લીધી. એ દરમિયાન તેમણે એમની સ્પીચમાં ભારતને વાચચીત માટે ઓફર કરી, સાથે આરોપ પણ લગાવ્યો.

રાષ્ટ્રપતિ મમનૂન હુસૈનએ આ પ્રસંગે ભારત પર સિઝફાયર વોયલેશનનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું ભારતે કાશ્મીરના વિવાદીત હિમાલયી ક્ષેત્રમાં સિઝફાયર વોયલેશન કરીને શાંતિને જોખમમાં નાંખ્યું, જે બંને દેશો વચ્ચે વિભાજીત છે અને બે યુદ્ધનું કારણ પણ રહ્યું છે. જો કે હુસેનએ જણાવ્યું કે પાકિસ્તાનવ કાશ્મીર વિવાદનો ઉકેલ માટે ભારતની સાથે યૂએન રેજોલ્યૂશન હેઠળ વાતચીત માટે તૈયાર છે.

મમનૂન હુસેનએ કહ્યું કે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરના લોકોને આત્મનિર્ણય ના અધિકાર માટે લોકોને મોરલ, પોલિટિકલ અને ડિપ્લોમેટિક સપોર્ટ આપતું રહેશે. તેમણે કહ્યું કે પાકિસ્તાને કોઇ પણ દેશની વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું નથી, પરંતુ રીજનલ શાંતિ અને સ્ટેબિલિટી માટે કેટલાક પગલાં જરૂરથી ઉઠાવ્યા છે.

http://sambhaavnews.com/

You might also like