પાક. પોલીસે સઇદ સંગઠનનાં ફંડીગ અંગે તપાસ ચાલુ કરી

લાહોર : પાકિસ્તાનની પંજાબ સરકારે પોલીસને હાફીઝ સઇદ દ્વારા સંચાલીત જમાત ઉદ દાવા દ્વારા એકત્ર કરાતા ફંડ પર નજર રાખવાનો આદેશ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 26/11નો માસ્ટર માઇન્ડ માનવામાં આવતા હાફિઝ સઇદ જેટલું જ વિવાદાસ્પદ તેનાં સંગઠનને મળતો ફંડ પણ રહ્યો છે.

પંજાબનાં ગૃહ વિભાગે પોલીસનાં ઉચ્ચ અધિકારીઓને જમાત તથા તે પ્રકારનાં અન્ય સંગઠનો દ્વારા ફંડ એકત્ર કરવા અંગેનીમાહિતી માંગી છે. કારણ કે આ પ્રકારની પ્રવૃતીઓ બિનકાયદેસર છે. પાકિસ્તાની ન્યૂઝ એજન્સી ડોનનાં અનુસાર બુધવારે આ અંગેનાં નિર્દેશો આપવામાં આવ્યા છે. જેમાં જેડીયુ, જકાત અને સદકા (મુસ્લિમો દ્વારા આપવામાં આવતા દાનને આ નામે ઓળખવામાં આવે છે.) દ્વારા મળતા નાણા અંગેનો વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે.

સમાચારમાં કહેવામાં આવ્યું છે કે આ સંગઠનનાં સભ્યો રમઝાન દરમિયાન મોટા પ્રમાણમાં એકત્રીત થાય છે. મતિયારા સિંઘમાં અલગ અલગ સ્થળો પર પોસ્ટર લગાવીને, કાગળો વહેંચીને ધર્માર્થે નાણા આપવાનું આહ્વાન કરે છે. સમાચાર અનુસાર સઇદ સંગઠનની ચેરિટી ફલા એ ઇન્સાનિયત ફાઉન્ડેશન દ્વારા એકત્ર થાય છે. આ શાખા પ્રતિબંધીત આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબા સાથે પણ ઘણા સારા સંબંધો ધરાવે છે.

You might also like