રાજસ્થાન બોર્ડર પર વધી પાકિસ્તાની લશ્કરની હલચલ : BSFનું એલર્ટ

જયપુર : જમ્મુ કાશ્મીરનાં ઉડી સેક્ટરમાં સેના શિબિર પર આતંકવાદી હૂમલા બાદ એક તરફ જ્યારે ભારતીય સેનાએ રાજસ્થાન ખાતેની પોતાની સરહદ પર ચોક્કસી વધારી દીધી છે. બીજી તરફ પાકિસ્તાની સેનાની મુવમેન્ટમાં પણ વધારો નોંધાયો છે. પશ્ચિમી સીમાથીપાકિસ્તાનની સેનાની હલચલ સ્પષ્ટ જોઇ શકાય છે. ખાસ કરીને ગંગાનગર અને જેસલમેરની સામે આવેલી સીમા પર પાકિસ્તાનની હલચલ ઘણી વધી ગઇ છે. બીએસએફનાં રાજસ્થાન ફ્રંટીયરનાં મહાનિરીક્ષક બી.આર મેઘવાલે કહ્યું કે બે દિવસ પહેલા બીએસએફ કમાન્ડર કોન્ફરન્ટમાં આ અંગે એલર્ટ આપી દેવાયું છે. સ્પષ્ટ સુચના અપાઇ છે કે ગમે ત્યારે ગમે તે થઇ શકે છે. સંપુર્ણ પશ્ચિમી સીમા પર એલર્ટ જાહેર કરી દેવાયું છે.

બાડમેર જેસલમેર જિલ્લાનાં પોલીસ તંત્રએ સીમાનજીકનાં ગામના લોકોને પાકિસ્તાનની મંશા અંગે જાગૃત કરવાનું ચાલી કરી દીધું છે. સાથે સાથે સાવધાન રહેવા માટે પણ સુચના આપી છે. સરહદ પારથી આવનારા ફોન પર કોઇ પણ પ્રકારની માહિતી નહી આપવા અથવા તસ્વીરો નહી આપવા અંગેની સુચના અપાઇ રહી છે.

મેઘવાલે જણાવ્યું કે રાજસ્થાન અને ગુજરાત નજીક રહેલી સીમા નજીક આવેલી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમાથી ભારતીય સીમામાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરવાની સંભાવના છે. પંજાબ, જમ્મુ કાશ્મીર સીમા પર સખ્તી હોવાનાં કારણે આતંકવાદીઓ રાજસ્થાન સીમાથી સતત ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. જોધપુર વાયુસેના સ્ટેશન યુનિટ પણ તૈયાર છે. વાયુસેના સ્ટેશનનાં એર કમાન્ડિંગ ઓફીસર નર્મદેશ્વર તિવારીએ ગરૂડ કમાંડોનાં પ્રદર્શન દરમિયાન મીડિયા સાથે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ફલોદી એરબેઝ પર પણ સુરક્ષા સુવિધાઓ વધારી દેવાઇ છે. સાથે તમામ જવાનોને સ્ટેન્ડ ટુ રહેવા માટેનાં આદેશ અપાયા છે.

You might also like