‘આફ્રિદી, બસ ભારતને હરાવી દે, તારા માટે કાંઈ પણ કરીશ’

કરાચીઃ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ રમવા ભારત આવી પહોંચી છે અને ૧૯ માર્ચે બે કટ્ટર હરીફો ભારત-પાકિસ્તાનનો મુકાબલો જોવા ક્રિકેટ ચાહકો રાહ જોઈને બેઠા છે ત્યારે બીજી તરફ એશિયા કપમાં ભારતીય ટીમ સામે હારી ગયા બાદ પાકિસ્તાની ટીમના કેપ્ટન શાહિદ આફ્રિદી પર ગુસ્સે થનારી પાકિસ્તાની મોડલ કંદિલા બલોચે હવે શાહિદ આફ્રિદીને ટી-૨૦ વર્લ્ડ કપમાં એક વિનંતી કરે છે. તેણે આફ્રિદી માટેના વીડિયો મેસેજમાં કહ્યું છે કે જો તે ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતને હરાવી દેશે તો હું આખા દેશ માટે સ્ટ્રિપ ડાન્સ કરીશ અને આ ડાન્સ ટીમના કેપ્ટન શાહિદ આફ્રિદીને સમર્પિત કરીશ. ઉલ્લેખનીય છે કે એશિયા કપમાં ભારત સામેની પાકિસ્તાનની હાર બાદ કંદિલા બલોચે આફ્રિદીને ‘પાગલ’ કહ્યો હતો.

You might also like