પાકિસ્તાની મોડલ કંદિલ બલોચે કોહલીનું કર્યું પ્રપોઝ

નવી દિલ્હી : ભારત – પાકિસ્તાન મેચની પહેલા પાકિસ્તાનની જીત પર સ્ટ્રિપ ડાન્સ કરવાનું વચન આપનારી પાકિસ્તાની મોડલ કાંદિલ બલોચની ઇચ્છા જો કે અધુરી રહી અને પાકિસ્તાન મેચ હારી ગયું હતું. મેચ હાર્યા બાદ બલોચે આફ્રીદી પર પણ ભારે ભડાસ કાઢી હતી. ત્યાર બાદ બલોચે પોતાનાં નવા પગલા અંગે સમાચારોમાં છવાયેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ તે ભારત અંગે બેહુદો વીડિયો અપલોડ કરીને ચર્ચામાં આવી હતી.

આ પાકિસ્તાની મોડલ ટ્વિટર પર કોહલીને હેશ ટેગ કરીને ઇશારા ઇશારમાં જ કોહલી પ્રત્યે પોતાનાં પ્રેમને વ્યક્ત કરી ચુકી છે. બલોચે ટ્વિટમાં લખ્યું કે વિરાટ બેબી અનુષ્કા શર્મા જ કેમ ? #qandeelbaloch #viratkholi ફિલિંગ ઇન લવ પ્રકારનું ટ્વિટ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ટી-20 વર્લ્ડ કપની પહેલા સમાચારોમાં આવી હતી કે કોહલી અને અનુષ્કાનું બ્રેકઅપ થઇ ચુક્યું છે. પાકિસ્તાનની વિરુદ્ધ પોતાની આક્રમક રમતનાં કારણે તમામ લોકોનાં હૃદય જીતનારા અને માધ્યમોમાં ચમકનારા કોહલીની દિવાની દરેક યુવતી છે. અનુષ્કા અને કોહલી વચ્ચે ચાલી રહેલા અંતરનો ફાયદો બલોચ ઉઠાવવા માંગે છે અને કોહલીનાં હૃદયમાં પોતાનું સ્થાન બનાવવા માંગે છે. જો કે બલોચનાં ટ્વિટ બાદ કોહલી શું પ્રતિભાવ આપે છે તે તો જોવું જ રહ્યું.

You might also like