પાકિસ્તાની સેનાએ કર્યો હતો ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હૂમલો

નવી દિલ્હી: આતંકવાદને લઇને પાકિસ્તાનનો ચહેરો ફરી એકવાર બેનકાબ થઇ ગયો છે. અફઘાનિસ્તાનના ન્યૂઝ ચેનલ ટોલો ન્યૂઝે બલ્ખ પોલીસના ચીફ સૌયલ કમાલ સાદતના હવાલેથી સમાચાર આપ્યા છે કે મઝાર એ શરીફમાં ભારતના વાણિજ્યિક દૂતાવાસ પર પાકિસ્તાની સેનાએ હુમલો કરાવ્યો હતો. સૈયદ કમાલ સાદત મઝાર એ શરીફમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલાના સમયે ઘટનાસ્થળે હાજર હતા.

સાદતે કહ્યું હતું કે ‘‘અમે અમારી આંખો વડે જોયું અને 99% દાવા સાથે કહી શકું છું કે ત્યાં હુમલો કરનાર પાકિસ્તાની સેનાના માણસો હતા. તેમણે હુમલા માટે એક વિશેષ રણનીતિ અપનાવી હતી. અલ્લાહની મદદથી અમે તેને પાર પાડી શક્યા.’’સૌયદ કમાલ સાદતના અનુસાર હુમલાવર પરસ્પર ઉર્દૂમાં વાત કરી રહ્યાં હતા તેનો અર્થ એ છે કે તેમને પાકિસ્તાનથી અહીં મોકલવામાં આવ્યા હતા.

તમને જણાવી દઇએ કે નવ દિવસ પહેલાં મઝાર એ શરીફમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો થયો હતો. હુમલાવરોએ ભારતીય વાણિજ્ય દૂતાવાસની સામેવાળી બિલ્ડિંગને પોતાના કબજામાં લીધી હતી. આ હુમલામાં એક પોલીસનું મોત નિપજ્યું હતું આ સાથે ત્રણ નાગરિકો સહિત કુલ નવ લોકોને ઇજા પહોંચી હતી.

પઠાણકોટ હુમલાને લઇને પાકિસ્તાનની અત્યાર સુધીની કાર્યવાહીથી સંતોષ નથી. પાકિસ્તાને ભારત દ્વારા આપેલા પુરાવાને નકારી કાઢ્યા હતા ત્યારબાદ હવે ભારત ઇન્ટરપોલના માધ્યમથી પાકિસ્તાને આતંકવાદીના ફોનની કોલ ડિટેલ્સ, ફિંગર પ્રિન્ટ્સ, અવાજના નમૂના અને તેમના ફોટા આપવાની તૈયારી કરી રહ્યું છે જેથી આ વખતે તે પુરાવાને ખોટા ન કહી શકે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકારે 15 જાન્યુઆરીના રોજ ઇસ્લામાબાદમાં યોજાનારી વિદેશ સચિવ સ્તરની વાતચીતને ટાળવાનું મન બનાવી લીધું છે. આ વાતચીત થોડા દિવસો અથવા થોડા અઠવાડિયા માટે ટળી શકે છે.

You might also like