ફરી કામ આવી પાકિસ્તાન પત્રકારની ‘સેલ્ફી’, જીતુ ગયું પાકિસ્તાન

પાકિસ્તાન ટીમે શ્રીલંકાને પરાજય આપી સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે પાકિસ્તાન સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે રમશે. પાકિસ્તાન-શ્રીલંકાની મેચ અગાઉ પણ એવું બન્યુ જે ચોંકાવનારું તો છે જ પરંતુ આવું પહેલા પણ થઇ ગયું હોવાથી હવે તેના પર વિશ્વાસ કરી શકાય છે. પાકિસ્તાનની જર્નાલિસ્ટ જૈનબ અબ્બાસે અત્યાર સુધી જે ટીમના કપ્તાન સાથે સેલ્ફી લીધી છે તે ટીમ હારી ગઇ છે. ગઇકાલે પણ જૈનબે શ્રીલંકાના સુકાની એન્જલો મૈથ્યુઝ સાથે સેલ્ફી લીધી અને પાકિસ્તાનની ટીમ જીતી ગઇ.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ જૈનબે દક્ષિણ આફ્રિકાના સુકાની ડિવિલિયર્સ સાથે સેલ્ફી લીધી હતી અને તે શૂન્ય રન પર આઉટ થઇ ગયો હતો અને પાકિસ્તાન મેચ જીતી ગયું હતું. ત્યારબાદ તેણે ભારતીય સુકાની વિરાટ કોહલી સાથે સેલ્ફી લીધી અને ટીમ ઇન્ડીયા શ્રીલંકા સામેની મેચ હારી ગયું. આ મેચમાં પણ વિરાટ કોહલી શૂન્ય રન પર આઉટ થઇ ગયો હતો.

http://sambhaavnews.com/

You might also like