અફઘાનિસ્તાનમાં પાક ચોપર ક્રેશ લેન્ડિંગ, તાલિબાને 7ને બંદી બનાવ્યા

અફધાનિસ્તાનઃ પાકિસ્તાનનું એક હેલીકોપ્ટર ગુરૂવારે અફધાનિસ્તાનમાં ક્રેશ લેન્ડ થયું હતું. તાલિબાને હેલીકોપ્ટરને આગ લગાડીને તેની અંદર સવાર સાત લોકોને બંદી બનાવ્યાં છે. પાકિસ્તાની દૂતાવાસના પ્રવક્તા અખ્તર મુનીરે જણાવ્યું છે કે પંજાબ સરકારનું હેલીકોપ્ટર MI-17 સમારકામ માટે રૂસ જઇ રહ્યું હતું. પરંતુ અફધાનિસ્તાનના લોગાર પ્રાંતક્રેશ લેડિંગ કરવું પડ્યું. તેમણે કહ્યું છે કે હેલીકોપ્ટરને ક્રેશ લેન્ડિંગની જરૂરત કેમ પડી, તેમાં સવાર લોકોનું શું થયું. તે અંગે અમને કોઇ જ માહિતી નથી.

સ્થાનિક ડિસ્ટ્રિક્ટ ગવર્નર હમીદુલ્લા હામિદે જણાવ્યું છે કે તાલિબાનના આતંકવાદીઓએ હેલીકોપ્ટરમાં સવાર તમામ લોકોને બંધક બનાવ્યા છે અને તેમને અજ્ઞાત જગ્યા પર લઇ ગયા છે. બંધક બનાવવામાં આવેલા લોકોમાં એક રૂસનો નાગરીક છે. ગર્વનરના પ્રવક્તા સલીમ સાલેહએ જણાવ્યું છે કે ક્રેશ કર્યા પછી હેલીકોપ્ટરમાં આગ લાગી હતી. પાકિસ્તાનની સેનાએ ચોપર તેમનું ન હોવાનું જણાવ્યું છે. જ્યારે અફધાનિસ્તાના અધિકારીએ દાવો કર્યો છે કે તે ચોપર પાકિસ્તાની સેનાનું છે અને તેમાં સવાર 6 લોકો પૂર્વ સૈનિક છે.

અફધાન તાલિબાન પ્રવક્તા જબીલુલ્લાએ જણાવ્યું છે કે આ ઘટના અંગે તેમને કોઇ જ માહિતી નથી. પાકિસ્તાની અધિકારી પ્રમાણે હેલિકોપ્ટર સવારે 8 વાગ્યે અને 45 મિનિટે પેશાવરથી ઉડ્યું હતું. પાકિસ્તાની વિદેશમંત્રાલયનો દાવો છે કે અફધાનિસ્તાન અધિકારીઓએ તેમને પોતાના વિસ્તારમાંથી ઉડવાની પરવાનગી આપી હતી.

You might also like