જોધપુરથી પકડાયો ત્રીજો જાસૂસ, 6 વખત પાકિસ્તાન જઇ ચૂક્યો છે શોએબ

નવી દિલ્હી: પાકિસ્તાન હાઇ કમિશન જાસૂસી કાંડમાં દિલ્હી પોલીસે ફરી એક આરોપીની ધરપકડ કરી છે. ગુરુવારે રાતે દિલ્હી પોલીસે શોએબ નામના એક વ્યક્તિને જોધપુરથી પકડ્યો હતો. શોએબ પર ગુરુવારે ધરપકડ કરવામાં આવેલ રમજાન અને સુભાષની સાથે મળીને જાસૂસી કરવા અને હાઇ કમિશન ઓફિસર મહમૂદ અખ્તરએ બોર્ડરથી જોડાયેલી મહત્વની જાણકારી આપવાનો આરોપ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શોએબ જ આ આખા જાસૂસી કાંડમાં હની ટ્રેપ માટે છોકરીઓની સપ્લાય કરાવતો હતો. રમઝાન અને સુભાષ સાથે શોએબ 25 તારીખે દિલ્હી આવ્યો હતો. પરંતુ એ ચિડીયાઘર ના જઇને દિલ્હીની શાંતિકુંદ હોટલમાં જ રોકાઇ ગયો હતો. જ્યારે એને બંનેની ધરપકડ થઇ હોવાના સમાચાર મલ્યા ત્યારે તે ભાગી ગયો હતો. શોએબ 6 વખત પાકિસ્તાન જઇ ચૂક્યો છે. શોએબ એક વિઝા એજન્ટ છે અને પાકિસ્તાન હાઇ કમિશનમાં તેની ઊંચી ઓળખાણ છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શોએબે ક્રાઇમ બ્રાંચની પૂછપરછમાં સ્વીકાર્યું છે કે એ છોકરીઓ સપ્લાય કરતો હતો. એની પાસેથી ફેબલેટ અને કેટલાક મહત્વના દસ્તાવેજ મળી આવ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાન હાઇ કમિશનમાં એન્ટ્રીની ટિકીટનું એક વિઝીટર કાર્ડ પણ મળ્યું છે. શોએબ રાજસ્થાન અને ગુજરાત બોર્ડરની સેના અને બીએસએફથી જોડાયેલી મહત્વની જાણકારીઓ રમઝાન અને સુભાષને આપતો હતો. ત્યારબાદ આ જાણકારી મહમૂદને આપવામાં આવતી હતી.

દિલ્હી પોલીસે ગુરુવારે પાકિસ્તાન હાઇ કમિશનના અધિકારી મહમૂદ અખ્તરની ધરપકડ કરી હતી જે રમઝાન સુભાષ પાસેથી ભારત પાકિસ્તાન સીમા પર તૈનાત બીએસએફ કર્મીઓ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી મેળવી રહ્યો હતો.

જો કે ભારતે અખ્તરને 48 કલાકની અંદર દેશ છોડી દેવા કહ્યું હતું, 35 વર્ષનો અખ્તર પાકિસ્તાની સેનાના બલૂચ રેજીમેન્ટથી જોડાયેલ છે અને તે 2013થી જાસૂસી એજન્સી આઇએસઆઇમાં પ્રતિનિયુક્તિ પર હતો.

You might also like