અમે ભારતને જળ, જમીન અને વાયુ દરેક જગ્યાએ જવાબ આપવા તૈયારઃ પાકિસ્તાન

પાકિસ્તાની રક્ષામંત્રી ખુર્રમ દસ્તગીર ખાને ભારતને ચેતવણી આપતાં કહ્યું કે,”પાકિસ્તાન કોઇ પણ મામલામાં ભારતને ટક્કર આપવા માટે તૈયાર છે. ખાને જણાવ્યું કે ભારતીયની આક્રામકતા, રણનીતિક ગરબડી અને અન્ય કોઇ પણ વાતની પરવાહ કર્યા વગર અમે ભારતને દરેક ભાષામાં જવાબ આપવા માટે સક્ષમ છીએ.

ખુર્રમ દસ્તગીરે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું કે અમે પાકિસ્તાનનું મજબૂત સમર્થન કરીએ છીએ. ભારત સતત પાકિસ્તાનને દોષી સાબિત કરે છે જ્યારે ભારત ખુદ જ સ્વસ્થ નથી. એમણે વધુમાં એમ કહ્યું કે પાકિસ્તાનને દોષી સાબિત કરવાને બદલે ભારતે ખુદ વિચારવું જોઇએ.

ભારતને જાસૂસ કુલભૂષણ પર સચોટ જવાબ આપવો જોઇએ. જ્યારે કુલભૂષણ જાધવની જાસૂસીનાં પુરાવા દુનિયાની સામે છે. એમણે જણાવ્યું કે 11 વર્ષ પહેલાં સમજોતા એક્સપ્રેસ પર આતંકી હુમલો થયો હતો.

આ હુમલામાં 42 પાકિસ્તાની લોકો માર્યા ગયા હતાં. ભારત આ મામલે ન્યાય આપવામાં અસફળ રહ્યું. દસ્તગીરે કહ્યું કે ભારત દુનિયામાં શાંતિની વાત કરે છે પરંતુ હકીકતમાં જમીન પર એવું નથી.

You might also like