પાકિસ્તાને હુમલા માટે નક્કી કરી નાખ્યા છે ભારતના કેટલાક ઠેકાણાઓ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન મીડિયા તરફથી મળતા રિપોર્ટ પ્રમાણે એવી વાત સામે આવી છે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને ભારતના વિવિધ ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્લાન ઘડી નાખ્યો છે. પાકિસ્તાની વાયુસેનાએ ભારત તરફની હુમલાની પરિસ્થિતિ સામે જવાબ આપવા માટે ઓપરેશન પ્લાન તૈયાર કરી દીધો છે. પાકે ભારતમાં લક્ષ્ય તૈયાર કરી દીધા છે.

પાક આર્મી ચીફ જનરલ રાહીલ શરીફે શુક્રવારે જણાવ્યું કે પાકિસ્તાની સેના દેશની સુરક્ષા માટે તૈયાર છે. પાકિસ્તાની મીડિયા ગ્રૂપ ધ ન્યૂઝના રક્ષા સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાને જવાબીહુમલા માટે લક્ષ્ય નક્કી કરી લીધું છે. તેમનો ઓપરેશન પ્લાન તૈયાર છે.  જેના માટે સેનાને તેનાત કરી દેવામાં આવી છે.

આ રીતની મીડિયા રિપોર્ટસ પાકિસ્તાન દ્વારા જાણી જોઇને સર્ક્યુલેટ કરવામાં આવી રહી છે. જેથી પાકિસ્તાની સૈન્યની તૈયારી અંગે ભારતને જણાવી શકાય. સાથે જ તે અટકણોનો જવાબ આપવા માટે કે ભારત ક્યારે પણ હુમલો કરી શકે છે. ઉડીમાં સેના વિસ્તારમાં હુમલો કર્યો બાદ ભારત તરફથી સર્જિકલ સ્ટ્રાઇક્સ થવાની અટકણોએ જોર પક્ડયું છે.

You might also like