પાકિસ્તાન સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, નવાઝ શરીફ હવે ક્યારેય PM નહીં બની શકે….

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં દેશમાં રાજકીય ભુકંપ આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઇપણ શખ્સ વિરુધ્ધ સંવિધાનની ધારા 62(1)(એફ) હેઠળ અયોગ્ય ઠરે તો તે શખ્સ આજીવન ચૂંટણી લડી શકશે નહીં. આ નિર્ણયનો અર્થ એ છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ હવે આજીવન કોઇપણ સાર્વજનિક પદ પર રહી શકશે નહીં.

પાકિસ્તાન સર્વોચ્ય અદાલતે એતિહાસિક ચુકાદો આપતા પૂર્વ પીએમ નવાઝ શરીફના રાજકીય કારકિર્દી પર આજીવન પ્રતિબંધ લગાવ્યો છે. કોર્ટના આ નિર્ણય બાદ પાકિસ્તાનના રાજકરણમાં બદલાવ થશે. સુપ્રિમ કોર્ટે બંધારણની કલમ 62(1)ના હેઠળ નવાઝ શરિફ પર પ્રતિબંધ લગાવ્યો છે.

સંવિધાનની કલમ 62(1) હેઠળ શરીફને અયોગ્ય જાહેર કરાયા છે.. ત્યારે હવે નવાઝ શરીફ આજીવન સુધી કોઈ પણ રાજકીય પાર્ટીમાં જોડાઈ શકશે નહી. 5 જજોની બેંચે સર્વ સહમતિથી આ આદેશ આપ્યો છે.. આ આદેશ આપ્યા બાદ પાકિસ્તાન ચીફ જસ્ટિસ સાકિબ નિસારે નિવેદન આપ્યુ છે કે, જનતાને સારા ચરિત્ર વાળા નેતાઓની જરૂર છે.

You might also like