ઘૂસણખોરી કરનારાઓને રાજનાથ સિંહે આપ્યો કરારા જવાબ

શાહજહાંપુર: કાશ્મીર પાકિસ્તાનના કરતૂતોને લઇને શનિવારે ગૃહમંત્રી રાજનાત સિંહે ઘમા પ્રશ્નો ઊભા કર્યા છે. રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન કાસ્મીર ઘાટીમાં શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એક ત્રિરંગા યાત્રાની એક રેલીને સંબોધિત કરતાં ગૃહમંત્રી રાજનાથ સિંહે શાહજહાંપુરમાં આ વાત કરી હતી.

રાજનાથ સિંહે કહ્યું કે થોડા સમય પહેલા જ તેઓ પાકિસ્તાન ગયા હતાં, પરંતુ ત્યાં જઇને પણ તેમણે ભારતનું ગૌરવ ઓછું થવા દીઘુ નહતું. રેલીમાં ગૃહમંત્રીએ કહ્યું કે કાશ્મીર ઘાટીમાં અશાંતિનો વિવાદ ઘણો ગંભીર છે. હું કાશ્મીરીઓના હાથમાં પથ્થર અને હથ્યાર જોવા માંગતા નથી. અમે એમના હાથમાં કોમ્પ્યૂટર, પેન અને નોકરીઓ જોવા માંગીએ છીએ.

નોંઘનીય છે કે છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી ઘાટીમાં હિંસા ચાલુ છે. હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીના એનકાઉન્ટર પછી કાશ્મીરમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. અહીંયા અત્યાર સુધી આશરે 4995થી વધારે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે, જ્યારે 60થી વધારે આ હિંસામાં શિકાર બન્યા છે. એવામાં કેન્દ્ર સરકાર આ પતાવવા માટે દરેક પ્રકારના પગલા ઉઠાવી રહી છે અને કાશ્મીરના લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી છે.

You might also like