પાકિસ્તાન એરલાઇન્સમાં બસ જેવી સુવિધા, પ્લેનની ગેલરીમાં મુસાફરોને કરાવી મુસાફરી

ઇસ્લામાબાદઃ છેલ્લાં કેટલાય વર્ષથી પાકિસ્તાન એરલાયન્સની સ્થિતિ બરોબર નથી. ત્યારે એવા સમાચાર આવ્યાં છે કે આ એરલાઇન્સે સાઉદી અરબની ફ્લાઇટ પર 7 મુસાફરોને સીટ પર બેસાડવાની જગ્યાએ  ગેલેરીમાં ઉભા રાખ્યા હતા. આ માહિતી એરલાઇન્સના પ્રવક્તાએ મીડિયાને આપી છે. આ તમામ યાત્રીઓને 20 જાન્યુઆરીની ફ્લાઇટમાં લઇ જવામાં આવ્યા હતા. આ ફ્લાઇટ મદીના માટે જઇ રહ્યું હતું.

એરલાઇન્સ તરફથી મળતી માહિતી મુજબ તમામ સીટો ફૂલ હતી. મળતી માહિતી મુજબ આ ફ્લાઇટ પર યાત્રા કરનાર યાત્રીઓને હાથથી લખેલા બોડિંગ પાસ આપવામાં આવ્યા હતા. તેવામાં જરૂરત અને ક્ષમતાથી વધારે યાત્રીઓને કારણે કોઇ અન ઇચ્છનીય ઘટના પણ બની શકે તેમ હતી. ઇમરજન્સીના સમયે તેમની પાસે પર્યાપ્ત ઓક્સીજન અને સેફ્ટી ડિવાઇસ પણ ન હતા.

ગત ડિસેમ્બરમાં જ પાકિસ્તાન એરલાઇન્સનું એક વિમાન ક્રેશ થયું હતું. અને ફ્લાઇટમાં સવાર 48 મુસાફરોના મોત થયા હતા. જો કે એરલાઇન્સી બેદરકારીનો આ રીતનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોઇ પણ ફ્લાઇટમાં ક્ષમતા કરતા વધારે વ્યક્તિઓને બેસાડવામાં આવ્યા હોય. આ ફ્લાઇટ કરાચીથી મદિના જઇ રહી હતી. જેમાં કુલ 416 મુસાફરો હતા. જ્યારે તેની ક્ષમતા 409 મુસાફરોની છે.

http://sambhaavnews.com/

You might also like