પાકિસ્તાને ચોથી ટી-૨૦માં વિન્ડીઝને હરાવી શ્રેણી ૩-૧થી જીતી લીધી

ત્રિનિદાદઃ અહીં રમાયેલી શ્રેણીની ચોથી અને અંતિમ ટી-૨૦ મેચમાં પ્રવાસી ટીમ પાકિસ્તાને વેસ્ટ ઇન્ડીઝને સાત વિકેટથી હરાવીને શ્રેણી ૩-૧થી જીતી લીધી હતી. ગઈ કાલે રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડીઝે પહેલાં બેટિંગ કરતા આઠ વિકેટે ૧૨૮ રનનો સ્કોર નોંધાવ્યો હતો, જેને મહેમાન ટીમે ૧૯ ઓવરમાં જ ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો. ચાર ઓવરમાં ફક્ત ૧૨ રન આપીને બે વિકેટ ઝડપનારા હસન અલીને મેન ઓફ ધ મેચ, જ્યારે શ્રેણીની ચાર મેચમાં ૧૦ વિકેટ ઝડપનારા શાદાબખાનને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં હતો. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ તરફથી સૌથી વધુ ૪૦ રન વોલ્ટને, જ્યારે પાકિસ્તાન તરફથી સૌથી વધુ ૫૩ રન અહમદ શેહઝાદે કર્યા હતા.

http://sambhaavnews.com/

You might also like