પાકિસ્તાનમાં ખાંડ ૧૪૦ રૂપિયે કિલો, ખાદ્યતેલ ૧૫૦ રૂપિયે લિટર

ભોપાલ: ભારતમાં અાવેલી એક સામાન્ય પાકિસ્તાની મહિલાઅે ત્યાંની હાલત વર્ણવી છે. તે હેરાન છે કે પાકિસ્તાનમાં ૧૪૦ રૂપિયામાં વેચાતી ખાંડ ભારતમાં માત્ર ૩૫ થી ૪૦ રૂપિયા કિલોના ભાવે મળી જાય છે. તેના દેશમાં એક લિટર ખાદ્યતેલની કિંમત ૧૫૦ રૂપિયા છે. પાકિસ્તાનની મહિલાઅે જણાવ્યું કે અહીંની તમામ વસ્તુઅો પાકિસ્તાનમાં એક સ્વપ્ન સમાન છે.

પુત્ર શહરયાર સાથે ભારત અાવેલી કરાચીની મહિલા ફરીદા કુરેશીઅે જણાવ્યું કે જો સરહદ ન હોત તો કેટલું સારું થાત. ભારતમાં દરેક વ્યક્તિ ખુદને સુરક્ષિત માને છે. પાકિસ્તાનમાં ઘરેથી બહાર નીકળ્યા બાદ પાછા ફરવાનો પણ ભરોસો હોતો નથી. ભારતમાં જિંદગી ખરેખર ખુશાલ છે. અહીંની અપેક્ષાએ પાકિસ્તાનમાં જિંદગી ખૂબ ખરાબ છે.

ફરીદાઅે જણાવ્યું કે હાલમાં પાકિસ્તાનમાં ખાંડ ૧૪૦ રૂપિયે કિલો વેચાય છે. મારા પુત્રઅે ભારતમાં અાવીને દુકાનમાં ખાંડનો ભાવ પૂછ્યો ત્યારે તેને ખૂબ અાશ્ચર્ય થયું. અહીં ખાદ્યતેલનો એક લિટરનો ભાવ ૭૦ થી ૮૦ રૂપિયા છે જ્યારે ત્યાં અા ભાવ બમણો થઈ જાય છે. અહીં મળતી અા બધી વસ્તુઅો ખરેખર અમારા માટે એક સ્વપ્ન છે.

ફરીદાઅે વધુમાં જણાવ્યું કે સરકારી સ્કૂલમાં ભણતા લોકોને ભોજન, ગરીબોને સ્કોલ‌રશિપ, ગરીબ મહિલાઅોને હોસ્પિટલમાં ફ્રી ઇલાજ અા બધી ભારતની યોજનાઅો પાકિસ્તાનમાં શક્ય નથી. કરાચી જેવાં શહેરોમાં મોબાઈલ પર વાત કરવી પણ સુરક્ષિત નથી.

You might also like