સિંધુ જળ સમજુતી તોડશે તો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઇશું: આતંકવાદી રાષ્ટ્ર કાયદાની ભાષા બોલ્યું

ઇસ્લામાબાદ : ભારતની સિંધુ જળ સમજુતી તોડવાનાં સમાચારો બાદ પાકિસ્તાનમાં હલચલ અને સમજુતી તોડાવાનાં સમાચારો વચ્ચે પાકિસ્તાનમાં હલચલ મચી ગઇ છે. પાકિસ્તાની વડાપ્રધાન વાઝ શરીફના સલાહકાર સરતાજ અજીજે મંગળવારે નેશનલ એસેમ્બલીમાં જણઆવ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ભારત સિંધુ જળ સમજુતીથી એક તરફી રીતે ન હટી શકે. સરતાજ અઝીઝે કહ્યું કે કારગીલ અને સિયાચીન યુદ્ધ દરમિયાન પણ આ સમજુતીને અટકાવી નહોતી.

સરતાજે જણાવ્યું કે, જો ભારત સિંધુ જળ સમજુતીનું ઉલ્લંઘન કરશે તો પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખટખટાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અધિકારીઓની સાથે બેઠક બાદ કહ્યું હતું કે પાણી અને લોહી બંન્ને એક સાથે ન વહી શકે. બેઠકમાં વિદેશ સચિવ એસ.જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અઝીત ડોભાલ, મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા સહિતના કેટલાક અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠકમાં સિંધુ જળ સમજુતીના પ્રવધાનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ઉઢીમાં થયેલા આતંકવાદી હૂમલામાં 18 જવાનો શહિદ થયા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંબંધમાં ટેન્શન ચાલી રહ્યું છે.

સરતાજ અજીજે કહ્યુ કે સિંધુના પાણીને પાકિસ્તાન આવતુ અટકાવવુ તે પણ આર્થિક આતંકવાદ જ ગણાશે. ઉડી હૂમલા બાદ ભારત અને પાકિસ્તાને એક બીજાની વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. પાકિસ્તાની વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પોતાના ભાષણમાં કાશ્મીર સહિત કેટલાક વિવાદાસ્પદ મુદ્દાઓ પર ભારતનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ ભારતનાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવતા પાકિસ્તાનને આતંકવાદને પોષતો દેશ ગણાવાયો હતો.

You might also like