રક્ષામંત્રીએ આપ્યું નિવેદન,”પાકિસ્તાનને એની જ ભાષામાં આપીશું જવાબ”

સુંજવાં આતંકી હુમલામાં પાકિસ્તાનના આતંકી સંગઠનોનો હાથ છે. આ નિવેદન છે રક્ષામંત્રી નિર્મલા સીતારમણનું. જેમણે સુંજવાંમાં આર્મી ઓપરેશન પૂર્ણ થયા બાદ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.

રક્ષામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે,”રાષ્ટ્રીય તપાસ એજન્સી પાસે આનાં પુરતા પુરાવા છે, જો કે પાકિસ્તાનને પુરાવા સાથે કોઈ જ નિસ્બત નથી. તેમણે કહ્યું કે પાકિસ્તાને આની મોટી કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાનને એની ભાષામાં જ જવાબ આપીશું. વધુમાં તેઓએ જણાવ્યું કે આતંકીઓ સરહદમાંથી ઘાટીમાં ઘૂસ્યાં હતાં.

જેમાંથી ત્રણ આતંકીઓએ સુંજવાંનાં CRPF રેસિડેન્શિયલ ક્વાર્ટર પર હુમલો કર્યો હતો. જ્યારે ચોથો આતંકી હ તો કે જે CRPF કેમ્પની બહાર ઉભો હતો. આતંકી અઝહર મસૂદ આ હુમલાનો માસ્ટર માઇન્ડ છે.

જ્યારે આ હુમલામાં માર્યા ગયેલા આંતકીઓ જૈશ એ મહોમ્મદનાં હતાં. સેના આ વિસ્તારમાં વધુ સુરક્ષા માટે QRT દળોની તૈનાતી કરી રહેલ છે અને વધુ આતંકીઓની તલાશ પણ જારી છે. ઉલ્લેખનીય છે કે શનિવારનાં રોજ સવારે આ હુમલો થયો હતો, જેને લઈને સેનાએ જમ્મુમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

You might also like