અમેરિકા પાકિસ્તાનને નહીં કરે 30 કરોડ ડોલરની મદદ

વોશિંગ્ટન: અમેરિકાના રક્ષા મંત્રાલયએ હક્કાની નેટવર્ક વિરુદ્ધ કડક કાર્યવાહી ન કરવાના આરોપમાં પાકિસ્તાનને મળનારી ફોજની મદદ માંથી 30 કરોડ ડોલર પર પ્રતિબંધ લગાવી દીધો છે.

પેંટાગોનના પ્રવક્તા અનુસાર રક્ષા મંત્રી એશલે કાર્ટરે તે સર્ટિફિકેટ રજૂ કરવાની ના પાડી દીધી છે જેનાથી આ રકમ પાકિસ્તાનને મળી શકે.

કોલિશન સપોર્ટ ફંડ હેઠળ 2002થી જ અમેરિકા આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહીમા પાકિસ્તાનને આર્થિક મદદ કરતું રહ્યું છે. વર્ષ 2015માં આ બજેટ હેઠળ પાકિસ્તાન માટે એક અરબ ડોલરની રકમ નક્કી થઇ હતી પરંતુ કોંગ્રેસે તેને રજૂ કરતાં પહેલા એક શરત મૂકી હતી. શરતમાં એવું હતું કે આમાંથી 30 કરોડ ડોલર ત્યારે રજૂ કરવામાં આવે જ્યારે રક્ષામંત્રી હક્કાની નેટવર્ક વિરુદ્ધ પાકિસ્તાનની કાર્યવાહીથી સંતુષ્ટ હોય અને તેનું સર્ટિફિકેટ આપે.

જો કે આવું પહેલી વખત થયું છે કે ઓબામાં પ્રશાસને હક્કાની નેટવર્કના કારણે પાકિસ્તાનને આપવામાં આવતી ફોજપર પ્રતિબંધ લગાવ્યો છે. પેંટાગોનના પ્રવક્તા અનુસાર 2015ના બજેટ હેઠળ એક અરબ ડોલરમાંથી 17 કરોડ ડોલર પોકિસ્તાનને આપવામાં આવ્યા છે પરંતુ બાકીના 30 કરોડ ડોલર હવે ઉપલબ્ધ નથી.

નોંઘનીય છે કે આ પહેલા અમેરિકાએ એફ 16 લડાકૂ વિમાનોને ખરીદવામાં પાકિસ્તાનને આપવામાં આવતી આર્થિક મદદ પર રોક લગાવા હતી.

કેટલાક જાણકારોનું કહેવું છે કે રક્ષા મંત્રાલયનો આ નિર્ણય પાકિસ્તાનની ફોજ માટે મોટો ધક્કો છે કારણ કે આ રકમને વર્ષોથી પોતાના બજેટનો એક ભાગ માનીને ચાલતા આવ્યા છે.

You might also like