ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડીઝની ધીમી બેટિંગઃ પાંચ વિકેટે ૨૧૮ રન

ડોમિનિકાઃ વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે પાકિસ્તાનના પ્રથમ દાવમાં ૩૭૬ રનના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝે પાંચ વિકેટ ગુમાવીને ૨૧૮ રન બનાવ્યા હતા. ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે ડાવરિચ ૨૦ રને અને કેપ્ટન જેસન હોલ્ડર ૧૧ રને અણનમ રહ્યા હતા. પાકિસ્તાન તરફથી યાસિર શાહે સુંદર બોલિંગ પ્રદર્શન કરીને ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે મોહંમદ અબ્બાસ અને અઝહર અલીએ એક-એક વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઇન્ડીઝ હજુ પાકિસ્તાનના ૩૭૬ રનના સ્કોરથી ૧૫૮ રન પાછળ છે અને તેની પાંચ વિકેટ હજુ અકબંધ છે. શ્રેણી હાલ ૧-૧ની બરોબરી પર છે.
પાકિસ્તાન પ્રથમ દાવઃ ૩૭૬
વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ દાવઃ
બ્રાથવેઇટ કો. સરફરાઝ બો. યાસિર ૨૯
પોવેલ કો. અઝહર બો. યાસિર ૩૧
હેટમાયર કો. સરફરાઝ બો. યાસિર ૧૭
હોપ કો. મિસ્બાહ બો. અઝહર ૨૯
ચેસ રિટાયર હર્ટ ૬૦
વી. એ. સિંઘ એલબી બો. અબ્બાસ ૦૮
ડાવરિચ અણનમ ૨૦
હોલ્ડર અણનમ ૧૧
વધારાના ૧૩
કુલ (પાંચ વિકેટે) ૨૧૮
http://sambhaavnews.com/

You might also like