પાક. સાથે યુદ્ધ થશે તો ભારત હારી જશેઃ રશિયન પરમાણુ નિષ્ણાત

નવી દિલ્હી: રશિયાના અેક પરમાણુ નિષ્ણાતે દાવો કર્યો છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો ભારતનો પાકિસ્તાનની મિસાઈલ સામે પરાજય થશે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ભારત ભલે તેના સંરક્ષણ ક્ષેત્રને વિકસાવવા અઢળક ખર્ચ કરે, પરંતુ પાકિસ્તાનની મિસાઈલથી બચવું ભારત માટે મુશ્કેલ બની જશે.

કાર્નેગી મોસ્કો સેન્ટરમાં પરમાણુ અપ્રસાર કાર્યક્રમના સિનિયર સંશોધનકાર પેત્ર તોપીચ્કાનોવેનું કહેવંુ છે કે ભારત તેના પરમાણુ હથિયાર પાછળ જે ગતિથી રોકાણ કરી રહ્યું છે તેના પરથી લાગી રહ્યું છે કે જો પાકિસ્તાન ભારત પર મિસાઈલથી હુમલો કરે તો ભારત માટે બચવું મુશ્કેલ બની જશે. તેમણે જણાવ્યું કે ઈઝરાયલની મદદથી ભારતને બેલિ‌િસ્ટક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને વિકસાવતા અને રશિયા પાસેથી ૪૦૦ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા છતાં પાકિસ્તાનની મિસાઈલ સામે રક્ષણ કરવામાં વર્ષો લાગી જશે. તાજેતરમાં ભારતના અેડ્વાન્સ અેર ડિફેન્સ ઈન્ટરસેપ્ટર મિસાઈલના પરીક્ષણ અને મલ્ટી લેયર બે‌િલ‌િસ્ટક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ વિકસાવવાના મુદે પાકિસ્તાને ચિંતા વ્યક્ત કરી હતી. અેનઅેસજીમાં ભારતની ઉમેદવારી અંગે પેત્રઅે જણાવ્યું હતું કે આમ કરવામાં આવશે તો ‌િ‍વશ્વના અન્ય દેશો ભારતથી સાવધાન થઈ જશે.

તેમણે જણાવ્યું કે મોસ્કો આ દિશામાં આગળ વધવા માગે છે અને તે માટે વિસ્તારમાંથી તણાવને દૂર કરવા પ્રયાસ કરી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારત સાથે લાંબા સમયથી રણની‌િત ભાગીદારી ચાલતી હોવા છતાં રશિયા દિલ્હી અને ઈસ્લામાબાદ સાથે સંબંધ વિકસાવવા આગળ વધી રહ્યું છે ત્યારે પાકિસ્તાન જો ભારત પર મિસાઈલથી હુમલો કરે તો તેમાં ભારતનો પરાજય થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

You might also like