પાકિસ્તાને અમેરિકા પાસે NSG માટે માગ્યું સમર્થન

વોશિંગટનઃ ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (NSG)માં ભારતને મળી રહેલા જબરજસ્ત સમર્થનના પગલે પરેશાન પાકિસ્તાને હવે અમેરિકાની મદદ માંગી છે. પાકિસ્તાને અમેરિકાને કહ્યું છે કે તેઓ NSGમાં પાકિસ્તાનની દાવેદારી માટે સમર્થન આપે. પાકિસ્તાને આ મુદ્દે અમેરિકી પ્રસાશન અને કોંગ્રેસ પાસે સત્તાવાર રીતે સમર્થન માંગ્યું છે. મંગળવારે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ ગ્રૂપમાં ભારતને પ્રવેશ મળે તે અંગે સત્તાવાર રીતે સમર્થન માંગ્યું છે.

આ મામલે એક જ સપ્તાહમાં ભારતને અમેરિકા ઉપરાંત સ્વિઝરલેન્ડ અને મેક્સિકો પાસેથી પણ સમર્થન પ્રાપ્ત થયું છે. આ સિવાય મિસાઇલ ટેક્નોલોજી કંટ્રોલ રિજીમ (MTCR)માં ભારતના પ્રવેશથી પાકિસ્તાન પરેશાન છે. MTCRમાં અત્યાર સુધી ચીનને પણ સ્થાન પ્રાપ્ત થયું નથી.

પાકિસ્તાનના રાજદૂત જલીલ અબ્બાસ જિલાનીએ યુએસ સેનેટ કમિટી ઓફ ફોરેન રિલેશન્સને પત્ર લખીને યાદ અપાવ્યું છે કે પાકિસ્તાનને NSGમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે તબક્કાવાર પગલાં લીધા છે. પાકિસ્તાનનો દાવો તકનીકી અનુભવ અને પરમાણુ સુરક્ષા પર આધારિત છે. પાકિસ્તાન 42 વર્ષથી સુરક્ષિત પરમાણુ રિએક્ટર ચલાવી રહ્યું છે. જે પાકિસ્તાનની ઉર્જા સુરક્ષા અને આર્થિક વિકાસ માટે તે જરૂરી છે.

પાકિસ્તાને એક મહિના પહેલાં વિએના ગ્રૂપમાં શામિલ થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પાકિસ્તાનને ચીનનું સમર્થક માનવામાં આવે છે. જો કે અમેરિકી પ્રશાસન અને કોંગ્રેસે પાકિસ્તાનને દાવેદારી મળે તેવા પક્ષમાં નથી.

You might also like