વિન્ડીઝ સામે અતિ રોમાંચક બીજી ટી-૨૦માં પાક. ત્રણ રને જીત્યું

ત્રિનિદાદઃ પ્રવાસી પાકિસ્તાન અને વેસ્ટ વિન્ડીઝ વચ્ચે ચાર મેચની ટી-૨૦ શ્રેણીની અતિ રોમાંચક બનેલી બીજી મેચમાં પણ પાકિસ્તાને વિજય હાંસલ કર્યો છે. વેસ્ટ ઇન્ડીઝની ટીમે ટોસ જીતીને પાકિસ્તાનને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાને નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૩૨ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ મેન ઓફ ધ મેચ જાહેર થયેલા શાદાબના શાનદાર બોલિંગ પ્રદર્શન (૧૪ રનમાં ચાર વિકેટ) સામે ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૨૯ રન જ બનાવી શકી હતી. આમ અતિ રોમાંચક બનેલી મેચમાં અંતે પાકિસ્તાનનો માત્ર ત્રણ રને વિજય થયો હતો. પાકિસ્તાન તરફથી સૌથી વધુ ૨૮ રન શોએબ મલિકે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ તરફથી સૌથી વધુ ૪૪ રન સેમ્યુઅલ્સે બનાવ્યા હતા આ સાથે ચાર મેચની ટી-૨૦ શ્રેણીમાં પાકિસ્તાને ૨-૦ની સરસાઈ હાંસલ કરી લીધી છે.
પાકિસ્તાનઃ
કે. અકમલ બો. બદ્રી ૦૦
શેહઝાદ કો. બ્રાથવેઇટ બો. નરૈન ૧૪
બાબર કો. વોલ્ટન બો. બ્રાથવેઇટ ૨૭
શોએબ કો. પોલાર્ડ બો. બ્રાથવેઇટ ૨૮
એફ. ઝમાન કો. હોલ્ડર બો. બદ્રી ૦૫
સરફરાઝ કો. સેમ્યુઅલ્સ બો. નરૈન ૧૨
ઇમાદ કો. બ્રાથવેઇટ બો. વિલિયમ્સ ૦૪
તન્વીર LBW બો. નરૈન ૦૪
શાદાબખાન રનઆઉટ ૧૩
વહાબ કો. હોલ્ડર બો. બ્રાથવેઇટ ૨૪
હસનઅલી અણનમ ૦૦
વધારાના ૦૧
કુલ (૨૦ ઓવરમાં ઓલઆઉટ) ૧૩૨
વેસ્ટ ઇન્ડીઝઃ
લૂઇસ રનઆઉટ ૦૩
વોલ્ટન બો. શાદાબ ૨૧
સેમ્યુઅલ્સ કો. સરફરાઝ બો. શાદાબ ૪૪
સિમન્સ LBW બો. હસનઅલી ૦૧
પોલાર્ડ સ્ટં. સરફરાઝ બો. શાદાબ ૦૩
પોવેલ બો. શાદાબ ૦૦
બ્રાથવેઇટ બો. વહાબ ૧૫
હોલ્ડર અણનમ ૨૬
નરૈન રનઆઉટ ૦૯
બદ્રી અણનમ ૦૦
વધારાના ૦૭
(કુલ ૨૦ ઓવરમાં આઠ વિકેટે) ૧૨૯

You might also like