પાકિસ્તાને ફરી કર્યો યુધ્ધ વિરામનો ભંગ, સેનાનો વળતો જવાબ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીર સરહદ પર (LoC) પાસેના બિમ્બર ગલી સેકટરમાં પાકિસ્તાન તરફથી સવારથી જ સીઝ ફાયરનું ઉલ્લંઘન કરતાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેનાએ પાકિસ્તાન રેન્જર્સને વળતો જવાબ આપ્યો છે. પાકિસ્તાન રેન્જર્સ દ્વારા સાંબાના રામગઢમાં બીએસએફ જવાનો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બીએસએફ દ્વારા જવાબી કાર્યવાહી કરતાં વળતું ફાયરિંગ કર્યું હતું. બંને તરફ અંદાજે 45 મિનિટ સુધી ફાયરિંગ ચાલ્યું હતું. આ ફાયરિંગમાં ભારતીય સરહદમાં કોઇપણ પ્રકારના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી પાકિસ્તાન તરફથી યુધ્ધ વિરામનો ભંગ કરીને વારંવાર ફાયરિંગની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે.

પાકિસ્તાન તરફથી ફાયરિંગની આડમાં આતંકીઓની ધૂસણખોરી કરવામાં આવી રહી છે. જો કે સેનાના વળતા જવાબીકાર્યવાહીમાં સતત ધુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવામાં આવી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં ઉત્તર કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર અથડામણમાં 14 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જવાબી કાર્યવાહીમાં એક સેનાનો જવાન પણ શહીદ થયો હતો.
http://sambhaavnews.com/

You might also like