પાકિસ્તાને ફરી પૂંછ સેક્ટરમાં કર્યો યુદ્ધ વિરામનો ભંગ

જમ્મુ : જમ્મુ-કાશ્મીરના પુંચ સેકટરમાં સરહદ (LoC) પર પાકિસ્તાન દ્વારા ફરી યુધ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યો છે. જેમાં પાકિસ્તાન તરફથી સરહદ પર ભારેમાત્રામાં ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. ભારતીય સેના તરફથી ફાયરિંગનો જવાબ આપવામાં આવી રહ્યો છે. મળતાં અહેવાલ મુજબ હાલમાં સરહદ પર ફાયરિંગ હજુ પણ ચાલી રહી છે. જોકે આ ફાયરિંગમાં કોઇ ઘાયલ થયા હોવાનો અહેવાલ પ્રાપ્ત થયા નથી.

ચાર મહિનાની શાંતિ બાદ પાકિસ્તાની સેનાએ ભારતીય સ્વતંત્રતા દિવસના એક દિવસ અગાઉ નિયંત્રણ રેખા પાસે ફરી યુધ્ધ વિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના પુંચ સેકટરમાં ગોળીબાર કર્યો તેમજ મોર્ટાર ચલાવ્યાં. ભારતીય સૈનિકોએ જવાબી કાર્યાવાહી કરતાં સામો ગોળીબાર કર્યો છે. રક્ષા પ્રવક્તા લેફ. કર્નલ મનીષ મહેતાના જણાવ્યા અનુસાર પાકિસ્તાન સેનાએ સરહદ પર જમ્મુ-કાશ્મીરના પુંચ સેકટરમાં કોઇ કારણ વગર યુધ્ધ વિરામનો ભંગ કર્યો હતો.

મનીષ મહેતાના કહેવા પ્રમાણે પાકિસ્તાની સૈનિકોએ વહેલી સવારથી ગોળીબાર તેમજ મોર્ટાર દ્વાર યુધ્ધ વિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાને ચાર મહિના થીવધુ સમય બાદ યુધ્ધ વિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાની સેનાએ છેલ્લે 10 એપ્રિલે યુધ્ધ વિરામનો ભંગ કર્યો હતો. તે પહેલા પાક સેનાએ 18 સપ્ટેમ્બરે પુંચ જિલ્લાના બાલાકોટમાં સીઝ ફાયર કર્યું હતું.

You might also like