આંતરરાષ્ટ્રીય સરહદ બાદ LoC પર પાકિસ્તાનનું ફાયરિંગ, નૌશેરામાં એક ઘાયલ

પાકિસ્તાન છેલ્લા કેટાલક દિવસોથી યુધ્ધ વિરામનો ભંગ કરી રહ્યું છે. ગત રાત્રીએ પાકિસ્તાને ઉરી સેકટરમાં માત્ર યુધ્ધ વિરામનો ભંગ નથી કર્યો પરંતુ મોર્ટાર દ્વારા પણ હુમલો કર્યો. બારામૂલા જિલ્લામાં સરહદ નજીક પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાના રેન્જર્સ દ્વારા પહેલાથી જ જમ્મૂ-કઠુઆ અને સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા ભારતીયા ગામડાઓ અને સીમા પરની ચોકીઓ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં પાંચ લોકોના મોત થયા હતા. આ અગાઉ જમ્મૂ જિલ્લાના આરએસપુરા, અરનિયા, બિસ્નાહ અને રામગઢ અને સાંબા સેકટરમાં મંગળવાર રાત્રિના ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાની રેન્જર્સ દ્વારા જમ્મૂ, સાંબા અને કઠુઆ જિલ્લામાં સૈન્ય અને તે સિવાયના અન્ય વિસ્તારોમાં સતત ફાયરિંગ કરવામાં આવતા સરહદ પર આવેલા ગામમાંથી 40 હજાર જેટલા લોકોને પોતાનું ઘર છોડી સુરક્ષિત જગ્યા પર લઇ જવામાં આવ્યાં છે.

પાકિસ્તાન તરફથી છેલ્લા 10 દિવસથી સતત યુધ્ધવિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે. પહેલા પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર ફાયરિંગ કરી રહ્યું હતું પરંતુ હવે તે LoC પર ફાયરિંગ કરી રહ્યું છે. ગત રાત્રીએ પાકિસ્તાને ઉરી સેકટરના કમલકોટ વિસ્તારમાં મોર્ટારથી ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાને ઓટોમેટિક હથિયાર અને મોર્ટાર દ્વારા હુમલો કર્યો છે. પાકિસ્તાને નૌશેરા સેકટરમાં પણ ફાયરિંગ કર્યું હતું. જ્યાં એક નાગરિક ઘાયલ થઇ ગયો છે.

You might also like