વર્ષ 2015 અને 16માં પાકે રોજ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું

નવી દિલ્હીઃ ભારત પ્રત્યે હંમેશા દુશ્મનાવટ રાખનાર પાકિસ્તાને વર્ષ 2015 અને 16માં રોજ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. ગૃહમંત્રાલય તરફથી એક RTIના જવાબમાં આ વાત સામે આવી છે. જમ્મુ કાશ્મીર નિયંત્રણ રેખા પર છેલ્લાં બે વર્ષમાં રોજ એક વખત સિઝ ફાયરનું ઉલ્લઘન થયું છે.

ગૃહવિભાગે માહિતી આપી છે કે પાકિસ્તાન તરફથી વર્ષ 2015 અને 2016માં રોજ સંધર્ષ વિરામનું ઉલ્લઘન થવા સાથે 236 સુરક્ષાકર્મીઓ પણ શહિદ થયા છે. RTI જવાબમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જમ્મુ કશ્મીરમાં 2012 અને 2016માં એક હજાર 142 આતંકી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં 236 સુરક્ષાકર્મી શહીદ થયા છે. 90 લોકો માર્યા ગયા છે. જ્યારે સુરક્ષાદળોના હાથે 507 આતંકીઓ માર્યા ગયા છે.

RTI જવાબમાં પાકિસ્તાને વર્ષ 2016માં LoC પર 499 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જ્યારે વર્ષ 2015માં 405 વખત કર્યું છે. મેજર જનરલ જીડી બખ્શીએ કહ્યું કે પાકિસ્તાન ભારત વિરૂદ્ધ ગુપ્ત યુદ્ધ લડી રહ્યું છે. પાકિસ્તાન ભલે શાંતીની વાત કરી રહ્યું હોય. પરંતુ તે શાંતિમાં વિશ્વાસ નથી રાખતું અને જમ્મુ કાશ્મીર તેનું ઉદાહરણ છે.

http://sambhaavnews.com

You might also like