ભારતની સૈન્ય તાકાત સામે પાકિસ્તાન અતિ પછાત : અહેવાલ

લંડન : ભારતની વધી રહેલી સૈન્ય તાકાતથી પાકિસ્તાન ખુબ જ પરેશાન છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર નરેન્દ્ર મોદીનાં વડાપ્રધાન બન્યા બાદ પાકિસ્તાનને આશા હતી કે સંબંધો સુધારવા માટે મોદી નવાઝ શરીફ સાથે કોઇ ડીલ કરી લેશે, પરંતુ એવું નહી થવાનાં કારણે પાકિસ્તાની સૈન્ય અને સૈન્ય અધિકારીઓ રાતાપીળા થઇ રહ્યા છે. મંગળવારે ઇન્ટરનેશન ઇન્સિટ્યૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ (આઇઆઇએસએસ)નાં વાર્ષિક અહેવાલ મીલેટ્રી બેલેન્સ 2016 બહાર પાડવામાં આવ્યો છે. તેમાં વરિષ્ઠ એક્સપર્ટ બેન બેરીએ ભારત અને પાકિસ્તાનનાં સંબંધો પર પોતાનો અભ્યાસ જણાવ્યો છે. બેરીએ જણાવ્યું કે મોદીનાં પીએમ બનવા અંગે ઇસ્લામાબાદમાં ઘણો ઉત્સાહનું વાતાવરણ હતુ. પાકિસ્તાની સરકાર અને કમ્યુનિટીને લાગી રહ્યું હતું કે મોદીનાં સત્તામાં આવ્યાથી બંન્ને દેશો વચ્ચે સંબંધો સુધરશે અને તણાવ ઓછો થશે. એવું કાંઇ પણ નહી થઇ શકવાનાં કારણે પાકિસ્તાનને નિરાશા થઇ છે.
બેરીએ કહ્યું કે પાકિસ્તાન સતત ભારતની પારંપારીક આ્મિ મોડનાઇઝેશન પર નજર રાખી રહ્યું છે. ભારતે પોતાનાં લશ્કરમાં હેલિકોપ્ટર, સી130 એરક્રાફ્ટ અને ટી90 ટેન્ક જેવા એડવાન્સ્ટ વેપન્સનો સમાવેશ કર્યો હતો. પાકિસ્તાનને આ વાત ખટકી રહી છે. એટલું જ નહી ઇસ્લામાબાદ ભારત અને અમેરિકાનાં વધી રહેલા સંબંધો અને થયેલી ન્યૂક્લિયર ડીલ પર પણ નજર રાખી રહ્યું છે.
હથિયારોની ખરીદીમાં ભારત અવ્વલ
ભારતે થોડા વર્ષોમાં 631700 કરોડ રૂપિયાનાં હથિયારો ખરીદ્યા છે. પાકિસ્તાની સમાચાર ડોનનાં એક સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે 80 ટકા હથિયાર પાકિસ્તાનને ટાર્ગેટ કરવામાટે જ ખરીદવામાં આવ્યા છે. જેથી પાકિસ્તાન હાલ ધુંવાપુંવા છે.
ભારતનું ડિફેન્સ બજેટ પાકિસ્તાન કરતા 3 ગણુ મોટુ
ગત્ત 10 વર્ષોમાં ભારતે પોતાનાં મિલેટ્રી ખર્ચાઓ બમણા કરી દીધા છે. આ વર્ષે ભારતે ડિફેન્સ બજેટ 2.46 લાખ કરોડ રૂપિયા રાખ્યું છે. આ પાકિસ્તાનનાં બજેટ કરતા ત્રણ ગણું મોટું છે. પાકિસ્તાનનું ડિફેન્સ બજેટ 78 હજાર કરોડ રૂપિયા છે.
એક્ટિવ જવાનો
ભારત પાસે 13.25 લાક
પાકિસ્તાન પાસે 6.17 લાખ
ફાઇટર પ્લેન
ભારત પાસે 761
પાકિસ્તાન પાસે 387
હેલિકોપ્ટર
ભારત પાસે 584
પાકિસ્તાન 313
તમામ પ્રકારની ટૈંક
ભારત પાસે 6464
પાકિસ્તાન 2924
નેવી વોરશિપ
ભારત પાસે 202
પાકિસ્તાન પાસે 74
એરક્રાફ કેરિયર
ભારત પાસે 2
પાકિસ્તાન પાસે એક પણ નહી
સબમરીન
ભારત પાસે 15
પાકિસ્તાન પાસે 8
સૌથી શક્તિશાળી મિસાઇલ
ભારતની અગ્નિ5 જેની 5000 કિ.મી રેન્જ
પાકિસ્તાનની શાહીન3 2750 કિ.મી રેન્જ

You might also like