સોશ્યિલ મીડિયા પર પાકિસ્તાને ઉઠાવ્યો કાશ્મીર મદ્દો, ભારત વિરૂદ્ધ છેડ્યું યુદ્ધ

નવી દિલ્હીઃ કાશ્મીર ઘાટીમાં સેના સાથે થયેલી અથડામણમાં હિજબુલ કમાન્ડર બુરહાન વાની બાદ ઘાટીમાં અશાંતિ ફેલાઇ છે. ત્યારે સોશ્યિલ મીડિયા પર પાકિસ્તાન આ મુદ્દો ચગાવી રહ્યું છે. પાકિસ્તાનની આ હરકતોથી સરકાર ચિંતા વ્યક્ત કરી રહી છે. સાયબર સ્પેસમાં પાકિસ્તાને ભારત વિરૂદ્ધ પ્રોક્સી વાર શરૂ કરવાની તૈયારી કરી લીધી છે.

ફેસબુક અને ટવિટર પર સરકારની સાથે ભારતીય સેના વિરૂદ્ધ કરવામાં આવી રહેલી ટિપ્પણીઓની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની વાત સામે આવી છે.

મળતી માહિતી પ્રમાણે 8 જુલાઇથી 14 જુલાઇ સુધી ફેસબુક અને ટવિટર પર કાશ્મીર મામલે ચાલી રહેલી ગતીવિધીઓના 1.26 લાખ સેમ્પલમાં 54,285 કે 45 ટકા અજાણી ભૌગોલિક જગ્યાથી કરવામાં આવશે. એટલું જ નહીં 49,159 કે 40 ટકા રિસ્પોન્સ ભારતથી 8 ટકા વધારે 10,110 રિસ્પોન્સ પાકિસ્તાનથી કરવામાં આવી છે.

કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રાલયના સૂત્રો પ્રમાણે આ ચિંતાજનક પરીણામો સામે આવ્યાં છે. તેનાથી સ્પષ્ટ સંકેત પ્રાપ્ત થાય છે કે પાકિસ્તાને સાયબર સ્પેસમાં ભારતની વિરૂદ્ધ પ્રોક્સી વાર કરી શકે છે. આવા લોકોના ટવીટર અને કોમેન્ટ કાશ્મીર ઘાટીની પરિસ્થિતીને વધારે હિંસક બનાવી શકે છે. મંત્રાલયના એક અધિકારી પ્રમાણે સોશ્યિલ મીડિયા પર કોમેન્ટ કરનારમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના લોકેશન ટ્રેસ થવા દીધા નથી.

કાશ્મીરમાં તણાવપૂર્ણ પરિસ્થિતી બાદ સરકાર તરફથી મીડિયા, ટીવી, કેબલ ટીવી સમાચરપત્રો અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ હોવા છતાં આ રીતની કોમેન્ટ ચિંતાનો વિષય છે.  એનાલિસિસ રિપોર્ટ પ્રમાણે કાશ્મીર મામલે અમેરિકાથી 3,246, બ્રિટેન પાસેથી 1,463, યુઇડી પાસેથી 849 ઓસ્ટ્રેલિયા 472, કેનેડા 406 સાઉદી અરબ 402 અને ચીનમાંથી 394 લોકોએ સોશ્યિલ મીડિયા પર સ્ટેટસ કોમેન્ટ શેર કરી છે.

અધિકારીએ હાલ રિપોર્ટને તપાસની દ્રષ્ટિએ સામે રાખ્યા છે. સોશ્યિલ મીડિયા પર દેશ અને નૌજવાનોને ઉપસાવવા માટે pakistanstandswithkashmir અને kashmitunrest જેવા હેશટેગ પ્રસારિત કરવામાં આવ્યાં છે.

You might also like