પઠાણકોટ હુમલો: તપાસ ટુકડી મોકલશે PAK સરકાર, પરસ્પર સહમતિથી નક્કી થશે વાર્તાની તારીખ

નવી દિલ્હી: પઠાણકોટ એરબેસ પર આતંકવાદી હુમલામાં ભારત સરકારે પાકિસ્તાનની કાર્યવાહીનું સ્વાગત કર્યું છે. ગુરૂવારે બંને દેશો વક્ચે વિદેશ સ્તરીય વાર્તાને હાલ પુરતી ટાળવાની જાહેરાત કરતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું ‘પાકિસ્તાન સાચા માર્ગે છે, પરંતુ 15 જાન્યુઆરીની વાતચીતને હાલ પુરતી ટાળી દેવામાં આવી છે.’

વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે ‘બંને દેશોના વિદેશ સચિવે ગુરૂવારે પણ ફોન પર વાત કરી અને પરસ્પર સહમતિથી વાર્તા હાલ પુરતી સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો. નવી તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.’

વિકાસ સ્વરૂપે કહ્યું કે જૈશ-એ-મોહંમદ પર પાકિસ્તાનમાં કરવામાં આવેલી કાર્યવાહી, મહત્વપૂર્ણ, સકારાત્મક અને સરાહનીય પગલું છે. તેમણે એ પણ કહ્યું કે પાકિસ્તાન સાચા માર્ગે ચાલી રહ્યું છે. પાકિસ્તાની સરકાર એક વિશેષ તપાસ ટીમ ભારત મોકલવા પર વિચાર કરી રહી છે. અમે પાકિસ્તાની વિશેષ તપાસ ટીમના ભારત આવવાની રાહ જોઇ રહ્યાં છીએ.

જૈશ ચીફની ધરપકડની જાણકારી નહી
વિકાસ સ્વરૂપે કહ્યું કે જો પાકિસ્તાન દ્વારા પુરાવા માંગવામાં આવે છે, તો ભારત તેના પર પણ સકારાત્મક વલણ અપનાવતાં દરેક પ્રકારની સંભવ મદદ કરશે. આશા છે કે પડોશી દેશ આ તરફ નક્કર કાર્યવાહી કરશે. જો કે તેમણે એમપણ કહ્યું કે જૈશના ચીફ મૌલાના મસૂદ અઝહરની ધરપકડ પર સરકારને કોઇપણ જાણકારી નથી.

‘વાર્તા માટે હજુ તૈયારીની જરૂરિયાત’
વિકાસ સ્વરૂપના જણાવ્યા અનુસાર ‘બંને દેશોને લાગ્યું કે હજુ વધુ તૈયારી કરવી જોઇએ અને બંને પરસ્પર સહમતિથી ટૂંક સમયમાં જલદી મુલાકાત કરશે.’ તેમણે કહ્યું કે ભારતના વિદેશ સચિવ એસ જયશંકરે પાકિસ્તાની વિદેશ સચિવ સાથે વાત કરી અને તે નજીકના ભવિષ્યમાં મીટિંગ કરવા માટે રાજી થયા છે.

You might also like