જેલમાં બંધ 439 ભારતીય માછીમારોને છોડશે પાકિસ્તાન

મુંબઇ: સરહદ પાર તણાવની વચ્ચે પાકિસ્તાન તરફથી વધુ એક સારા સમાચાર મળ્યા છે. પાકિસ્તાન પોતાની જેલોમાં બંધ ભારતના 439 માછીમારોને છોડવાની વાત કરી છે. ભારતની સાથે ગંભીર તણાવની વચ્ચે પાકિસ્તાને કહ્યું કે અમે સદભાવનાની રીતે આ પગલું ઉઠાવી રહ્યા છીએ. તો બીજી બાજુ ભારતમાં કહેવામાં આવ્યું કે માછીમારો સજા પૂરી કરી ચૂક્યા છે, જેના કારણે એમને છોડવા સ્વાભાવિક છે.

પાકિસ્તાને કહ્યું કે એ 26 ડિસેમ્બરે 220 માછીમારોને છોડશે, જ્યારે 6 જાન્યુઆરીએ બાકીના 219 માછીમારોને છોડશે. અહીંયા પાકિસ્તાની દૂતાવાસના અધિકારીએ જણાવ્યું કે ભારતીય જેલોમાં 518 પાકિસ્તાની કેદી બંધ છે. જેમાંથી 132 માછીમાર છે. એમાં 98 સુધી અમારી રાજદૂત પહોંચ નથી. અમે ભારતમને અપીલ કરીશું કે તે સદભાવના દેખાડતાં પાકિસ્તાની કેદીઓને છોડી દે. જણાવી દઇએ કે જૂનમાં પાકિસ્તાને 18 માછીમાર છોડ્યા હતાં.

ભારતીય વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાન જે માછીમારોને છોડી રહ્યા છે એમની સજા પૂરી થઇ ગઇ છે અને એમની રાષ્ટ્રીયતાની પણ પુષ્ટિ થઇ ગઇ છે.

You might also like