ભારતને રોકવા પાકિસ્તાન અણુ શસ્ત્રો બનાવ્યાં છે

વોશિંગ્ટન : ભારત દ્વારા કોઈ પણ પ્રકારના લશ્કરી પગલાંને રોકવા તથા ભારતને ડરાવવાના હેતુસર પાકિસ્તાને ૧૧૦ થી ૧૩૦ જેટલા પરમાણુ શસ્ત્રો બનાવ્યા છે. અમેરિકન કોંગ્રેસના અહેવાલ અનુસાર પાકિસ્તાનનો અણુશસ્ત્ર ભંડાર બે દક્ષિણ એશિયાઈ પાડોશી દેશો વચ્ચે અણુ અથડામણના જોખમને વધારનારો બની ગયો છે. ર૮ પાનાના અહેવાલમાં એવું પણ નોંધવામાં આવ્યું છે પાકિસ્તાનના પરમાણુશસ્ત્રો મહદ્અંશે ભારતને ઈસ્લામાબાદ સામે કોઈપણ લશ્કરી પગલું ભરતાં અટકાવવા માટેનું છે.

 

કેટલાંક અમેરીકી અને પાકિસ્તાની અધિકારીઓ પાક.ના પરમાણુશસ્ત્રોની સુરક્ષાના પગલાં લેવાયાની દલીલ કરે છે. પરંતુ તાજેતરના સમયમાં પાકિસ્તાનમાં ઉદ્ભવેલી અસ્થિરતા આ સુરક્ષા પગલાંની નક્કરતા સામે સવાલ ઉઠાવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં જે પ્રમાણે અસંતુલન છે, તેને કારણે બંને દેશો વચ્ચે ન્યુકલિયર વોર થવાની ચિંતા પણ રિપોર્ટમાં વ્યકત કરવામાં આવી છે.

 

કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ અનુસાર, પાકિસ્તાન પાસે અંદાજે ૧૧૦થી ૧૩૦ ન્યુકલિયર હથિયારો છે. જો કે તેનાથી વધુ હથિયારો પાક. પાસે હોવાની શકયતા પણ વ્યકત કરવામાં આવી છે. ઇસ્લામાબાદ દ્વારા વિસ્ફોટક સામગ્રી તૈયાર કરવામાં આવી રહી છે. તે સિવાય પડોશી દેશ દ્વારા ન્યૂકલિયર હથિયાર છોડવાના નવા વાહનો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

 

૨૮ પાનાના આ રિપોર્ટમાં બંને દેશો પોતાની ન્યુકલિયર શક્તિ જેવી રીતે વધારી રહ્યા છે તેને કારણે બંને દેશો વચ્ચે ન્યૂકલિયર વોર પણ શકય છે. કોંગ્રેસનો રિસર્ચ સર્વિસ યુએસ પાર્લામેન્ટની ઇન્ડિપેન્ડેન્ટ વિંગ છે. તે સમયાંતરે એકસપટ્ર્સની મદદથી ઇન્ટરનેશનલ ઇશ્યૂઝ પર રિપોર્ટ તૈયાર કરે છે. સીઆરએસના રિપોર્ટના આધારે યુએસ પાર્લામેન્ટ પોતાના નિર્ણયો લે છે

You might also like