ભારત પર નજર રાખવા અંતરિક્ષ કાર્યક્રમ યોજશે પાકિસ્તાન

ભારતની વધી રહેલી આંતરિક્ષની ગતિવિધિઓના કારણે પાકિસ્તાનની મુશ્કેલી વધી રહી છે ત્યારે હવે ભારત પર નજર રાખવા માટે પાકિસ્તાન દ્વારા આવતા વર્ષથી મહત્વકાંક્ષી સ્પેસ કાર્યક્રમ હાથ ધરશે. જેમાં સિવિલ અને લશ્કરી ઉપયોગ માટે વિદેશી ઉપગ્રહો પર આધાર રાખવાને બદલે પોતાના ઉપગ્રહો છોડવા આયોજન કરી રહ્યું છે, આ માટે પાક. સરકારે રૂ. 4.70 અબજનું બજેટ ફાળવવાનું પણ નક્કિ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. જો

ઉલ્લેખીય છે કે,પાકિસ્તાન સરકાર સિવિલ અને લશ્કરી સંદેશાવ્યવહાર માટે અમેરિકા અને ફ્રાન્સનાં ઉપગ્રહો પર આધાર રાખવાને બદલે પોતાનાં ઉપગ્રહો અવકાશમાં તરતા મુકશે. કેટલાક પ્રોજેકટ હાથ ધરીને આ મામલે સ્વાવલંબી બનશે. સ્પેસ એન્ડ અપર એટમોસ્ફીયર રિસર્ચ ઓર્ગેનાઈઝેશન સ્થાપવા માટે 2018-19ના બજેટમાં રૂ. 4.70 અબજની ફાળવણી કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ પાછળ રૂ. 2.55 અબજના ત્રણ નવા પ્રોજેકટ છે. પાક.ની આ સ્પેસ સંસ્થા સ્પેસ ટેકનોલોજી અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે નિયમિત ધોરણે જુદીજુદી કામગીરી હાથ ધરી રહી છે. પાકિસ્તાનનાં મલ્ટી મિશન સેટેલાઈટ માટે રૂ. 1.35 અબજ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત કરાંચી,લાહોર અને ઈસ્લામાબાદમાં પાકિસ્તાન સ્પેસ સેન્ટર સ્થાપવા રૂ. 1 અબજની ફાળવણી કરાઈ છે.

આપને જણાવી દઇએ કે,કરાંચીમાં સ્પેસ એપ્લીકેશન રિસર્ચ સેન્ટર બનાવવા 2018-19માં રૂ. 20 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. પાક.સેટ-MM 1નો કુલ ખર્ચ રૂ. 27.57 અબજ છે. જ્યારે સ્પેસ સેન્ટર માટે રૂ. 26.91 અબજ ફાળવવામાં આવ્યા છે. એડવાન્સ સ્પેસ પ્રોગ્રામે સંદેશાવ્યવહાર, મોબાઈલ ટેલીફોન તેમજ ઈન્ટરનેટ માટે તો આવશ્યક છે જ પણ બદલાતા સમયને ધ્યાને રાખીને આ વિસ્તારમાં બદલાતી સ્થિતિ માટે પણ જરૂરી છે. આમ પાકિસ્તાન ભારત સામે વધુ એક પ્રોજેક્ટ મુકી રહ્યો છે.

You might also like