પાકિસ્તાનનો Business Idea: ચીનને કરશે ગધેડાનું વેચાણ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનો નવો બિઝનેસ આઇડીયા ઘણો કમાલનો છે. એક વેપાર યોજનાની દરખાસ્ત હેઠળ હવે પાકિસ્તાન ચીન સાથે પોતાના સંબંધ વધુ મજબૂત કરવા ગધેડાઓનો સહારો લેવાની યોજના બનાવી રહી છે. પાકિસ્તાન હવે ચીનને ગધેડાનું વેચાણ કરશે. તમને પણ આ ખબર અજબ લાગી હશે પરંતુ વિશ્લેષકોના મત અનુસાર આ નિર્ણયથી પાકિસ્તાનને ઘણો ફાયદો થશે. તમને જાણી ચોંકી જશો કે ગધેડાની ચામડીની ચીનમાં ભારે માંગ છે.

ગધેડાની ચામડીમાંથી કાઢવામાં આવતી જિલેટીનનો ઉપયોગ ચીન ઘણી મોંઘી દવાઓ બનાવામાં કરે છે. પાકિસ્તાને ચીનને ગધેડાઓના નિકાસ અંગેની યોજનાને “ખેબર પખતૂખા ચાઇના સસ્ટેનેબલ ડન્કી ડેવલપમેન્ટ યોજના” નામ આપ્યું છે. આની પાછળ ચીનને ગધેડાઓની નિકાસ કરવી તેમજ ચીનમાં ગધેડાઓની સંખ્યા વધારવા બ્રીડીંગ માટે મદદનું આયોજન કરવું. તમે જાણતા હશો કે ખૈબર પખ્તૂખવામાં ઘણી માત્રાઓમાં ગધેડાઓ જોવા મળે છે.

http://sambhaavnews.com/

You might also like