પાકિસ્તાન – ચીન વચ્ચે હથિયારોની મોટી ડીલ : ખરીદશે 8 સબમરીન

ઇસ્લામાબાદ : પાકિસ્તાને ચીન સાથે એક મહત્વનો સંરક્ષણ સોદો કરતા 8 જેટલી સબમરીન ખરીદવાનો નિર્ણય કર્યો છે. લગભગ 5 અબજ ડોલરની આ ડીલને વેચાણની દ્રષ્ટિએ ચીનનો સૌથી મોટો હથિયાર સોદો માનવામાં આવી રહ્યો છે. સોદા હેઠળ પાકિસ્તાનને આ સબમરીન્સ તબક્કાવાર રીતે 2028 સુધીમાં મળશે.

પાકિસ્તાનનાં સરકારી મીડિયા અનુસાર નેકસ્ટ જનરેશન સબમરીન પ્રોગ્રામનાં પ્રમુખ અને નૌસેનાનાં વરિષ્ઠ અધિકારીઓએ 26 ઓગષ્ટે સંસદનીસ્થાયી સમિતીને આ ડીલ અંગેની માહિતી આપી હતી. જો કે હજી સુધી અધિકારીક રીતે તેની પૃષ્ટિ કરવામાં આવી નથી. ઉપરાંત ચીનને કઇ રીતે પાકિસ્તાનને સબમરીન કઇ રીતે સોંપશે તે અંગે પણ કોઇ સ્પષ્ટતા થઇ શકી નથી.

અટકળો લગાવાઇ રહી છે કે આ નવી સબમરીન ચીનનાં ટાઇપ 039 અને ટાઇપ 041 યુઆ ક્લાસ સબમરીન્સથી હળવી હશે. ચીન પાકિસ્તાન માટે સૈન્ય સમાનનો સૌથી મોટો વેચાણ કરતો દેશ છે. જેમાં યુદ્ધ ટેંક, નૌસૈનિક જહાજો ઉપરાંત લડાયક વિમાનનો પણ સમાવેશ થાય છે. J-17 લડાયક વિમાનનું નિર્માણ બંન્ને દેશોએ મળીને કર્યું છે.

You might also like