પાકે કહ્યું અમે બલુચિસ્તાન સામે માઓવાદનો મુદ્દો ઉઠાવીશુ

નવી દિલ્હી : અમેરિકા ગયેલા પાકિસ્તાનનાં બે ઉચ્ચ અધિકારીઓએ બલૂચિસ્તાનનાં મુદ્દે ભારતને ધમકાવ્યું છે. આ લોકો કાશ્મીર મુદ્દે અમેરિકાનું સમર્થન પ્રાપ્ત કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે. અમેરિકાનાં સ્ટીમ્સન સેન્ટરમાં પોતાનો મુદ્દો મકતા નવાઝ શરીફનાં ખાસ દુત મુશાહિદ હુસૈન સૈયદે કહ્યું કે જો ભારત બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠાવવાનું બંધ નહી કરે તો તે પાકિસ્તાન, ખાલિસ્તાન, નાગાલેન્ડ, ત્રિપુરા, અસમ, સિક્કીમ અને માઓવાદી વિદ્રોહનો ઉલ્લેખ કરીને જવાબ આપશે.

બંન્ને અધિકારીઓએ વોશિંગ્ટન ડીસીમાં આતંકવાદને સમર્થન આપશે. પરમાણુ હૂમલાની ધમકી અને પાકિસ્તાનનાં એક રાષ્ટ્ર રાજ્યનાં સ્વરૂપે અસફળ હોવાનાં મુદ્દે તીખા સવાલો પુછ્યા હતા.

બંન્ને હાઇકમિશ્નરે અમેરિકાથી કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ કરવા અંગેની માંગ કરતા કહ્યું કે જો એવું નહી થાય તો પાકિસ્તાન, અફધાનિસ્તાનમાં ભારત અને અમેરિકાનાં પ્રયાસોને અસ્થિર કાબુલમાં શાંતિના પ્રયાસો પર પાણી ફરી વળશે.

કાશ્મીર મુદ્દે વડાપ્રધાન નવાઝ શરીફનાં ખાસ દુત મુશાહિદ હુસૈન સૈયદે કહ્યુ કે જ્યારે તમે શાંતિની વાત કરો છો તો કાબુલમાં શાંતિનો રસ્તો કાશ્મીર સાથે જોડાય છે. તમે શાંતિ વહેંચી ન શકો. એક ભાગને અલગ ન કરી શકો. તમે કાબુલમાં શાંતિ ઇચ્છી શકો છો પરંતુ કાશ્મીરને સળગતું ન છોડી શકો.

You might also like