ભારતીય એજન્સીનાં હાથમાં ઝડપાયો જીવતો આતંકી, કર્યા ચોંકાવનારા ખુલાસા

શ્રીનગરઃ પાકિસ્તાનનો એક આતંકી ભારતીય એજન્સીની પક્કડમાં આવી ગયો છે. ત્યારે આ આતંકીએ પૂછપરછમાં કેટલાંક મહત્વનાં ખુલાસા પણ કર્યા છે. પાકિસ્તાનમાં ચાલતા આંતકી સંગઠન લશ્કર એ તૈયબાનો આતંકી ભારતની બોર્ડરમાં ઘૂસી આવ્યો હતો.

આ આતંકીએ પોતાનું નામ જૈબુલ્લાહ હમજા જણાવ્યું હતું અને તેને કહ્યું કે તે પોતે ભારતની બોર્ડરમાં પ્રવેશ્યો હતો. તેની સાથે અન્ય 4 લોકો પણ હતાં. જો કે તેમાંથી 2 લોકોને તો મારી નાખવામાં આવ્યાં છે. તેણે વધુમાં જણાવ્યું કે, તે લોકો વધુમાં વધુ લોકોને બોમ્બ બ્લાસ્ટની ઝપેટમાં લેવા માંગતાં હતાં.

આ આતંકીએ એવું પણ કબૂલ કર્યું કે, તેઓ ભારતમાં બોમ્બ ધડાકા કરવા ઇચ્છતા હતાં. જૈબુલ્લાહ હમજાએ જણાવ્યું કે, તેને 8 ભાઈઓ અને 3 બહેનો છે. તેને લશ્કર એ તૈયબા દ્વારા 21 દિવસની તાલીમ આપવામાં આવી હતી.

ત્યાર બાદ આતંકવાદી સરગના હાફિઝ સઇદ અને જકી ઉર્રહમાન લખનીએ પણ તેની સાથે વિશેષ મુલાકાત કરી અને બ્રેઇન વોશ કર્યું હતું. જો કે બાદમાં 3 મહિના સુધી અલગ તાલીમ પણ આપવામાં આવી હતી. આ આતંકીનાં મતે તેમને સેનામાં અપાતી તમામ પ્રકારની તાલીમ આપવામાં આવતી હતી કે જેથી લોકો ભારત પર હુમલો કરવા તૈયાર થાય.

આ આતંકવાદીએ મોટો ખુલાસો કરતા એમ પણ જણાવ્યું કે, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા કાશ્મીર અને રોહિંગ્યાનાં નામે માત્ર પૈસા એકત્રિત કરે છે. લશ્કરને તો યૂએઇથી વિશેષ ફંડ મળે છે.

તે લોકો દ્વારા અંગત સંપર્ક કરવા માટે વાઇ-એસએમએસ સિસ્ટમ મળી હતી કે જેને સુરક્ષા એજન્સીઓ ટ્રેક કરી શકતી નથી. હમઝાનાં જણાવ્યા અનુસાર તેમણે લોલાબ જવા માટેનું કહેવામાં આવ્યું હતું. કારણ કે આતંકવાદી ત્યાં માર્યા ગયા હતાં અને એવું કહેવામાં આવ્યું હતું કે ક્ષેત્રમાં તેઓ સક્રિય રહે અને આગામી આદેશની રાહ જુએ.

જૈબુલ્લાહએ જણાવ્યું કે, બોસાન એ મુલ્તાનનો રહેવાસી છે. તેઓનાં કાકાનાં ભાઇ પણ જિહાદ કરવા માંગે છે. દાયરર્હ ખસ અને જકીઉર્રહમાન લખવી તેમનાં કેમ્પમાં આવ્યાં હતાં અને તે લોકોને આ કામ કરવા માટે પ્રેરિત કરે છે.

હમઝાનાં કહેવા અનુસાર, 2018માં બરફનું શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું. આ સાથે જ તેમણે જીપીએસની સાથે બરફમાં જીવિત રહેવા માટે વિશેષ શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું. તેને કેએફસીનું શિક્ષણ આપવામાં આવ્યું હતું.

You might also like