પાક. આતંકી ઇસ્માઇલની રાહબરી હેઠળ LeTના આતંકીઓએ ગુજરાતની બસને નિશાન બનાવી

અનંતનાગ: ગઈ કાલે રાત્રે અમરનાથ યાત્રા પર થયેલા આતંકી હુમલા અંગે ગ્રાઉન્ડ રિપોર્ટ હવે મળી રહ્યા છે. પ્રારંભિક અહેવાલો અનુસાર શ્રીનગરથી જમ્મુ તરફ જઈ રહેલી અમરનાથ યાત્રીઓની બસ જેવી અનંતનાગમાં બટેંગુ પાસે પહોંચી કે બાઈક પર આવેલા બે આતંકીઓએ બસ પર આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. બસના ડ્રાઈવરે બહાદુરીપૂર્વક બસને આગળના ચોક સુધી ઝડપથી દોડાવી હતી અને આતંકીઓ અંધાધૂંધ ફાયરિંગ કરીને નાસી ગયા હતા. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાએ લીધી છે.

ઈન્ટેલિજન્સ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ સમગ્ર હુમલામાં લશ્કર-એ-તોઈબાના ત્રણથી પાંચ આતંકીઓ સામેલ હતા. લશ્કર-એ-તોઈબાનો આતંકી ઈસ્માઈલ હુમલો કરનારા આતંકીઓના ગ્રૂપનું નેતૃત્વ સંભાળી રહ્યો હતો. બટેંગુનું આ રસ્તા પર હુમલાથી લગભગ ૫૦ મિનિટ પહેલા જ સુરક્ષાને હટાવી લીધી હતી અને લગભગ ૮.૨૦ કલાકે આતંકીઓએ અમરનાથ યાત્રી બસને નિશાન બનાવી હતી. આ હુમલા દરમિયાન અન્ય કેટલીક ગાડીઓ પર પણ ફાયરિંગ થયું હતું. પોલીસે પણ આતંકીઓ પર ફાયરિંગ કર્યું હતું. ક્રોસ ફાયરિંગમાં અનેક ગાડીઓને પણ અસર પહોંચી હતી.

મક્કીની ધમકીને ગંભીરતાથી લીધી હોત તો અમરનાથ યાત્રીઓ બચી ગયા હોત
મુંબઈ હુમલાના મોસ્ટ વોન્ટેડ આતંકી અને આતંકી સંગઠન જમાદ-ઉદ-દાવાના સેકન્ડ કમાન્ડ અબ્દુલ રહેમાન મક્કીનો ૧૯મી જૂને એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં મક્કી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંકતા કાશ્મીરને આઝાદી અપાવવાની વાત કરી રહ્યો છે. તે એવું કહે છે કે જો મીડિયા ઈચ્છે તો બે-ત્રણ હપ્તામાં કાશ્મીરને આઝાદી મળી જાય છે. મક્કી હાફિઝ સઈદનો જીજાજી છે.

આ વીડિયોમાં મક્કીએ આપેલી ધમકીને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. આ વીડિયો સામે આવ્યા બાદ ૧૩ જૂનના રોજ કાશ્મીર ખીણમાં છ શ્રેણીબદ્ધ આતંકી હુમલા થયા હતા. મક્કીનાં માથાં માટે રૂ. ૧૩ કરોડનું ઈનામ જાહેર થયું છે.
http://sambhaavnews.com/

You might also like