પાકિસ્તાનમાં પોલિસ ટ્રેનિંગમાં કેમ્પ પર આતંકિ હુમલો, 57 જવાનોના મોત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં બલૂચિસ્તાનમાં ક્વેટા સ્થિત એક પોલીસ ટ્રેનિંગ કેમ્પમાં સોમવારે મોડી રાત્રે ખતરનાક હુમલો થયો હતો. જેમાં 50થી વધારે પોલીસકર્મીઓના મોત થયા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે મરનારની સંખ્યા 57ની આસપાસ પહોંચી ગઇ છે. મળતી માહિતી મુજબ 100થી વધારે પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત છે. જેમને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. મળતી મોડી રાત્રે ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ તરફથી મળતી માહિતી પ્રમાણે ઘટના સ્થળ પર પાકિસ્તાની સેના અને ફ્રંટિયર કન્સટેબલરી સૈનિક પહોંચી ગયા હતા.

હુમલો ગત રાત્રે લગભગ 11.30ની આજુબાજુ થયો હતો. મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ સુધી ગોળીબાર ચાલ્યા હતા. આ ઘર્ષણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર થયા છે. મળતી માહિતી મુજબ આતંકવાદીઓ કેમ્પના મુખ્ય દ્વારા પરથી ધૂસ્યા હતા. ત્યાર બાદ હુમલાખોરોએ પોલીસકર્મીઓને બંદક બનાવી લીધા હતા. કેમ્પની હોસ્ટેલમાં લગભગ 500 જેટેલા પોલીસકર્મીઓ હતા. બલૂચિસ્તાનના ગૃહમંત્રી મીર સરફરાજ અહમદ બુગટીએ ટ્રેનિંગ કેમ્પ પર આતંકી હુમલાની પુષ્ટી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સુરક્ષા દળ હુમલાને માત આપવામાં સફળ રહી છે.  કેમ્પમાં 700 સિપાઇ હાજર હતા. પરંતુ થોડા દિવસ પહેલાં જ એક બેચ પાસ આઉટ થઇ હતી. હાલ કેમ્પમાં કેટલા સિપાઇઓ છે તેની પુષ્ટી કરવી મુશ્કેલ છે.

સેના અને પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર છે. તેઓ ઓપરેશન પર સતત નજર રાખી રહ્યાં છે. કેમ્પર પર વધારે સુરક્ષા વ્યવસ્થા લાદી દેવામાં આવી છે. સાથે આ વિસ્તારની નાકાબંદી પણ કરી દેવામાં આવી છે. સુરક્ષાદળ દ્વારા આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. પાકિસ્તાનની હોસ્પિટલમાં આપાત સ્થિતિ જાહેર કરી દીધી છે. ઇજાગ્રસ્તોને ક્વોટાની સિવિલ હોસ્પિટલમાં અને બોલાન મેડિકલ કોમ્પલેક્સમાં દાખલ કરવામાં આવ્યાં છે. મોડી રાત સુધી આ ઓપરેશન ચાલ્યું હતું. 250 જેટલા સિપાઇઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં હતા.

You might also like