ફરી જાગ્યો પાકિસ્તાનનો આતંકી પ્રેમ, સબજારની મોતને ગણાવ્યો ન્યાય વિરોધી

નવી દિલ્હી : પાકિસ્તાનનો કાશ્મીરમાં આતંકીઓ માટેનો પ્રેમ ફરી એકવાર જાગ્યો છે. શનિવારે હિજબુલના કમાન્ડર સબજાર અહેમદ અને અન્ય આતંકીઓને જમ્મૂ-કાશ્મીરમાં ઠાર કરાયાની ઘટનાની પાકિસ્તાને નિંદા કરી છે. આ મામલે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર તેમજ બીજા વિશ્વના માનવાધિકાર સંગઠનને દરમિયાનગીરી કરવાનું આહ્વાન કર્યું છે.

આ અગાઉ પણ પાકિસ્તાને બુરહાનની મોત બાદ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રમાં વાણીને કાશ્મીરમાં યુવાઓનો અવાજ જણાવ્યો હતો. પાકિસ્તાનના વિદેશ મામલોના સલાહકાર સરતાજ અઝીઝે સબજાર અહેમદના મૃત્યુને ન્યાયવિરોધી અને રાજ્ય દ્વારા પ્રાયોજીત હિંસા બતાવી. સબજારની હત્યાનો આરોપ ભારત પર લગાવતાં અઝીઝે જણાવ્યું કે ભારતે પુલવામાં અને બારામુલામાં 12 કાશ્મીરી યુવકોને મોતને ઘાટ ઉતાર્યાં.

જેમાંથી ત્રણની હત્યા ન્યાયવિરોધી છે. અઝીઝે આંતરરાષ્ટ્રીય સમુદાયને અનુરોધ કર્યો છે કે નિર્દોષ કાશ્મીરીઓની હત્યા કરતા ભારતને તત્કાલ રોકવામાં આવે. ઉલ્લેખનીય છે કે પુલવામાં જિલ્લામાં ચાલેલી અથડામણમાં સબજાર અને તેના બે સાથિયો સહિત ચાર આતંકીને ઠાર કરવામાં આવ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like