પાક. સ્થિત આતંકી સંગઠન ચેરિટી દ્વારા કાશ્મીરમાં આતંક માટે નાણાં મોકલે છે

નવી દિલ્હી:  એનઆઈએના એક અધિકારીએ જણાવ્યું છે કે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન પોતાના ચેરિટી સંગઠનો મારફતે કરોડો રૂપિયાનું ડોનેશન અને ભંડોળ એકત્ર કરીને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ભડકાવવા માટે નાણાં ભંડોળ પૂરું પાડી રહ્યું છે. એનઆઈએના પોલીસ અધિક્ષક અતુલ ગોયેલે જણાવ્યું હતું કે આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા (જેયુડી) અને લશ્કર-એ-તોઈબા (એલઈટી) દ્વારા સંચાલિત ફલહ એ ઈન્સાનિયત ફાઉન્ડેશન (એફઆઈએફ) અને જૈશ-એ-મહંમદ (જેઈએમ) દ્વારા સમર્થિત અલ રહેમત ટ્રસ્ટ (એઆરટી) કાશ્મીરમાં આતંકવાદને સમર્થન આપી રહ્યું છે અને નાણાં ભંડોળ ઉપલબ્ધ કરી રહ્યું છે.

અતુલ ગોયલે જણાવ્યું છે કે એનઆઈએ જેયુડી, એલઈટી અને જેઈએમની પ્રવૃત્તિઓ તેમજ પાક.માં તેના સંબંધિત ટ્રસ્ટોની કામગીરી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેમણે જણાવ્યું હતું કે આ સંગઠન પાક.ના લોકો પાસેથી નાણાં ભંડોળ એકત્ર કરે છે અને પછી પોતાના પાયાના સ્તરના કાર્યકરો દ્વારા કાશ્મીરમાં આતંકવાદ માટે નાણાં ભંડોળ પહોંચાડે છે. અમેરિકાએ જણાવ્યું છે કે અલ-રહમત ટ્રસ્ટ ઈદ દરમિયાન પશુઓની કુરબાની આપવા માટે ભંડોળ એકત્ર કરવા ચિઠ્ઠીઓ વહેંચે છે અને નાણાં એકત્ર કર્યા બાદ આ લોકો આતંકને પોષે છે. ગોયલે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં ઝડપથી ફૂલીફાલી રહેલા એનજીઓ એફઆઈએફ પણ લોકો પાસેથી નાણાં ભંડોળ એકત્રકરે છે અને તેનો ઉપયોગ આતંકીઓને ઉપલબ્ધ કરવામાં કરે છે.
http://sambhaavnews.com/

You might also like