Categories: India

પાકિસ્તાન સાથે મંત્રણા મુદ્દે ૪૮ કલાકમાં નિર્ણય

નવી દિલ્હી : પઠાણકોટમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે તપાસ માટે જેઆઈટી બનાવવાનું એલાન કરી દીધું છે. સાથોસાથ ભારતે આપેલા કેટલાક પૂરાવા નકાર્યા પણ છે. હવે પાક. સાથે વિદેશ સચિવ સ્તરની મંત્રણા કરવી કે કેમ તેનો નિર્ણય ભારત આગામી ૪૮ કલાકમાં કરશે તેવા સંકેતો મળ્યા છે. રાષ્ટ્રીય સલામતિ સલાહકાર અજિત દોભાલ ગઈકાલે મોડીરાત્રે પેરિસ જવા માટે રવાના થઈ ગયા છે.

જયારે વિદેશ સચિવ એસ. જયશંકર માલેની યાત્રા પર રવાના થઈ ગયા છે. એવી સંભાવના વ્યકત થઈ રહી છે કે વિદેશ સચિવ સ્તરની આ મંત્રણાને આગામી કેટલાક દિવસો અથવા કેટલાક સપ્તાહો સુધી ટાળી દેવામાં આવશે. પાક.ના વડાપ્રધાન નવાઝ શરીફે પાક.ની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ, મિલિટ્રી ઈન્ટેલિજન્સ, ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને પોલીસને સામેલ કરીને એક સંયુકત તપાસ ટીમની રચના કરવાનો નિર્ણય લીધો છે પરંતુ સાથોસાથ ભારતે આપેલા પુરાવાઓ પૈકી કેટલાક તેણે નકારી દીધા છે માટે કડવાશ ફરી પેદા થશે.

સોમવારે આવેલા મિડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના વડાપ્રધાને પઠાણકોટ હુમલાની વધુમાં વધુ જાણકારી મેળવવા માટે આ ટીમ બનાવી છે પરંતુ ભારત હજુ ઉતાવળ કરવા માગતું નથી અને વિદેશ સચિવ સ્તરની મંત્રણા જરૃરી હોવા છતાં ભારત તેને અત્યારે ટાળી શકે છે.આગામી ૪૮ કલાકમાં આ બાબતમાં ભારત ફાઈનલ નિર્ણય કરશે અને તેના તરફ પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્રની મીટ મંડાશે.

આગામી ૧૫મી જાન્યુઆરીના રોજ વિદેશ સચિવ સ્તરની મંત્રણા થવાની હતી પરંતુ હવે વિદેશ સચિવ જયશંકરને ઈસ્લામાબાદ મોકલવા કે નહીં તે બાબત શંકાસ્પદ બની ગઈ છે અને ભારત અત્યારે ઉતાવળ કરવાના મૂડમાં નથી. આગામી ૪૮ કલાક બાદ આ પ્રકરણમાં કંઈક નવો વળાંક આવશે તેવી શકયતા છે.

Navin Sharma

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 week ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 week ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 week ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 week ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 week ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago