તાલીબાનોની ધમકી ચાલુ રહેશે શાળા અને યૂનિવર્સિટી પરનાં હૂમલા

ઇસ્લામાબાદ : પાકિસ્તાની તાલીબાનનાં એખ ઉચ્ચ કમાન્ડરે શુક્રવારે 4 લડાકુઓનો વીડિયો બહાર પાડ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ 4 લડાકુઓએ જ બુધવારે પાકિસ્તાનની બાચા ખાન યૂનિવર્સિટી પર હૂમલો કરીને 20 લોકોને મારી નાખ્યા હતા. વીડિયોમાં ધમકી આપવામાં આવી છે કે ભવિષ્યમાં શાળાઓ પર વધારે હૂમલાઓ કરવામાં આવશે. જો કે આ ફૂટેજ તાલિબાનોનાં નેતૃત્વમાં દરાર પડી હોવાનાં સંકેત પણ આપી રહ્યા છે, કારણ કે તાલિબાનનાં અધિકારીક પ્રવક્તાએ યૂનિવર્સિટી પર હૂમલામાં સંગઠનની ભૂમિકાથી ઇન્કાર કર્યો છે. બુધવારે સવારે ચાર આતંકવાદીઓએ બાચા ખાન યૂનિવર્સિટીમાં ઘૂસીને 21 લોકોની હત્યા કરી હતી. સેનાનાં ઓપરેશનમાં આ ચારેય આતંકવાદીઓને પણ ઢાળી દેવામાં આવ્યા હતા.

તાલિબાનનાં પ્રવક્તા મોહમ્મદ ખોરાસનીએ એક લેખીત વક્તવ્ય બહાર પાડ્યું હતું જેમાં તે હૂમલાને ઇસ્લામ વિરોધી જણાવતા તેમાં તાલિબાનોની ભૂમિકા અંગે ઇન્કાર કર્યો હતો. જો કે તે જ દિવસે તાલિબાની જૂથનાં કમાન્ડર ઉમર મસૂરે રોયટર્સને જણાવ્યું કે તેનાં લડાકુઓએ જ કેમ્પસને નિશાન બનાવ્યું છે. કારણ કે યૂનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને સરકાર અને સેના જોઇન કરવા માટે તૈયાર કરી રહ્યા છે.
મંસૂરને મુલ્લા ફજલુલ્લાહની નજીકનો માનવામાં આવે છે. ફજલૂલ્લાહ પાકિસ્તાનમાં લડી રહેલા એક તાલિબાની જૂથનો નેતા છે. બહાર પાડવામાં આવેલા વીડિયોમાં મંસૂર લાંબી દાઢીમાં જોવા મળી રહ્યો છે અને ચેતવણીનાં લહેકામાં બોલી રહ્યો છે.

વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે હવે અમે છાવણીઓ પર હૂમલો કરીને સૈનિકોને કોર્ટમાં વકીલોને અને સંસદમાં નેતાઓને નહી મારીએ. અમે તેમને મારીશું જ્યાં તેઓ તૈયાર થાય છે. શાળા, યૂનિવર્સિટી અને કોલેજ જે તેનો પાયો ખોદે છે. શાળા અને યૂનિવર્સિટીજ પર અમારા હૂમલાઓ ચાલુ રહેશે.

You might also like